સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિને આત્મહત્યાનું પગલું ભર્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. વ્યાજખોર ના ત્રાસ થી શેર બજાર ના દલાલ એ 7 માળે થી કુદી આત્મહત્યા કરી છે. આ વ્યક્તિનું નામ પ્રવીણ એલ કુંભાણી છે. તેણે વ્યાજખોર ના ત્રાસથી ૭માં માળેથી પડતું મુક્યું હતું. આત્મહત્યા કર્યા પહેલા તેણે એક સુસાઈડ નોટ લખી હતી તે સામે આવી છે.
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે જ્યાં પ્રવીણ કુંભાણી નામના શેર દલાલે આપઘાત કરી લીધો હતો. સાતમાં માળેથી ઝંપલાવી તેણે જીવન ટૂકાવી લીધું હતું. આત્મહત્યા પહેલા તેના દ્વારા જે સુસાઈડ નોટ લખવામાં આવી હતી તેનાથી જાણવા મળ્યું કે વ્યાજખોરોના ત્રાસથી પ્રવીણે આપઘાત કર્યો છે.
હર્ષ સંઘવી હું તમારો સારો મિત્ર છું, મારા પરિવારને ન્યાય અપાવજો: સુસાઈડ નોટમાં ઉલ્લેખ
આ મામલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આપઘાત કરનાર શેર દલાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરીને ન્યાયની માગણી કરી છે અને મૃતકે હર્ષ સંઘવીના સારા મિત્ર હોવાનું પણ સુસાઈડ નોટમાં લખ્યું છે.
સુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી
કતારગામ પોલીસ મથકના પીઆઈ બીડી ગોહિલે જણાવ્યું હતું કે આ ઘટના અમારા ધ્યાન પર આવી છે. આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. પરિવારને લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાયા બાદ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.