યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંધવીએ શુભેચ્છા પાઠવી: ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં દેશને પ્રથમ મેડલ જીતાડયો’તો

ટોક્યો ૨૦૨૧ પેરાલિમ્પિક્સમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી ઉજળું પ્રદર્શન રહ્યું હતું. જેમાં ગુહરતનું ગૌરવ વધારનાર ભાવિના પટેલને યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ રૂ.૩ કરોડનો ચેક આપી શુભેચ્છા પાઠવી હતી. ભાવિના પટેલે ભારતને ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતાડયો હતો.bhavina patel 4

ટોક્યો પેરાલિમ્પિકમાં અમદાવાદની દીકરી ભાવિના પટેલે દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું હતું. ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-૪ કેટેગરીમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો. મેડલ જીતવા બદલ દેશભરમાંથી ભાવિના પટેલને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે ૩ કરોડ આપવાની જાહેરાત કરી હતી. જેમા આજે ગુજરાતના રમતગમત અને યુવા સાંકૃતિક મંત્રી હર્ષ સંઘવીએ ભાવિનાના ઘરે જઈને તેમને રૂ.૩ કરોડનો ચેક આપ્યો છે.

રાજ્યના ગૃહ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી આજે પેરાઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલના ઘરે પહોચ્યા હતા. જ્યાં મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ સાથે રહ્યા હતા. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી અને પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી બાદમાં તેમના સિલ્વર મેડલ અંગે પણ ચર્ચા કરી હતી. જે બાદ સરકાર દ્વારા કરાયેલ ૩ કરોડની જાહેરાતનો ચેક પણ આપ્યો હતો.bhavina patel 2

મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતીને બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો કે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.