ઝળહળતા પરિણામથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ: વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા શાળા સંચાલકો.
આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીણામથી રાજકોટની વિવિધ શાળાઓના છાત્રોમાં કહી ખુશી, કહી ગમનો માહોલ છવાયો છે. અલબત તેજસ્વી તારલાઓના સાયન્સના પરીણામ ઝળકયા છે. એકંદરે પરીણામ સારું આવ્યું છે.
જોકે સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશખુશાલ જણાઈ રહયા છે. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પણ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધા છે. રાજકોટમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજયભરમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરતા હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે.
શહેરના મુખ્ય માર્ગો પર અને સ્કુલોની આસપાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા સંચાલકો દ્વારા પરીણામની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને સાથે રાસની રમઝટ પણ બોલાવી હતી અને ઉત્સાહપૂર્વક પરીણામની ઉજવણી કરવામાં આવી હતી. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને વધાવી લેવામાં આવ્યા હતા.
ઉત્કૃષ્ટ પરિણામની પરંપરા જીવત રાખતી ઉત્કર્ષ સ્કુલ
ઉંઊઊ-ખઅઈંગ ના રીઝલ્ટ બાદ ધોરણ ૧ર સાયન્સના રીઝલ્ટમાં પણ ઉત્કૃષ્ટ પરિણામોની હારમાળા થકી વિજયઘોષ કરતા ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ
ધોરણ-૧ર સાયન્સના પરિણામમાં ઉત્કર્ય સ્કુલ ઓફ એકસલન્સના વિઘાર્થીઓએ હરવખતની જેમ સફળતાની હારમાળા સર્જેલ છે. અને ઉત્કૃષ્ટ પરિણામોની ઉત્કર્ષની સફળતાની પરંપરા જાળવી રાખેલ છે.
આજના ધોરણ ૧ર સાયન્સના રીઝલ્ટમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી માત્ર ૪૨ શાળાઓને રીઝલ્ટ જ ૧૦૦ ટકા આવેલ છે. જેમા ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સએ ૧૦૦ ટકા રીઝલ્ટ મેળવી પોતાની દાવેદારી નોંધાવી છે.
શાળાના વિઘાર્થી પોપટીયા અમને ફીઝીકસમાં ૯૭, ક્રેમેસ્ટ્રીમાં ૯૮ અને મેથ્સમાં ૯૬ માર્કસ મેળવી કુલ ૩૦૦ માંથી ૨૯૧ માર્કસ સાથે ૯૭ ટકા સાથે સમગ્ર બોર્ડમાં પાંચમુ સ્થાન અને રાઠોડ મિરાજે ફીઝીકલમાં ૯૮, કેમેસ્ટ્રીમાં ૯૪ અને મેથ્સમાં ૯૭ માર્કસ મેળવી કુલ ૩૦૦ માંથી ૨૮૯ ર્માકસ સાથે ૯૬.૩૩ ટકા સાથે સમગ્ર બોર્ડમાં ૧૦ મું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત શાળાના કાતરોડીયા પાર્થે ૨૮૮ માર્કસ સાથે ૯૬ ટકા, શુકલા ભારદ્વાજે ૨૮૪ માર્કસ સાથે ૯૪.૬૭ ટકા, દોશી મિહિરે ૨૮૩ ર્માકસ સાથે ૯૪.૩૩ ટકા, મહેતા જયે ૨૭૭ માર્કસ સાથે ૯૨.૩૩ ટકા, સોજીત્રા જયદીપે ૨૬૯ માર્કસ સાથે ૮૯.૬૭ ટકા, કુંભાણી રૂષભે ૨૬૫ ર્માકસ સાથે ૮૮.૩૩ ટકા, પરમાર શ્રેયાએ ૨૬૫ માર્કસ સાથે ૮૮.૩૩ ટકા, દોશી ઉત્સ્વ ૨૬૧ માર્કસ સાથે ૮૭ ટકા, તેમજ છાટબાર વશિષ્ટે ૨૬૦ માર્કસ સાથે ૮૬.૬૭ ટકા મેળવી બોર્ડમાં ઝળહળતો દેખાવ કરેલ છે.
સ્કુલ ખાતે અભ્યાસ કરતા વિઘાર્થીઓમાંથી ૯૯ પીઆર કરતાં પણ વધારે ૬ વિઘાર્થીઓ, ૯૭ પીઆર કરતાં વધારે ૧૫ વિઘાર્થીઓ, ૯૫ પીઆર કરતાં વધારે રર , ૯૦ પીઆર કરતા વધારે ૫૬ વિઘાર્થીઓએ ખુબ જ આ વર્ષે જાહેર કરવામાં આવેલ ઉંઊઊ ના અત્યંત કડક પરિણામોની સાપેક્ષે શાળાના કુલ ૨૮ વિઘાર્થીઓએ ઉંઊઊ અમદફક્ષભય
સ્તરની પરીક્ષા માટેની શૈક્ષણીક લાયકાત મેળવવાની સિઘ્ધ હાંસલ કરી સમગ્ર રાજકોટમાં ઉત્કર્ષ સ્કુલનું ગૌરવ વધારેલ છે.
તા. ૩૦-૪-૧૮ ના રોજ પ્રસિઘ્ધ થયેલા ઉંઊઊ ખફશક્ષ-૨૦૧૮ ના રિઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં છવાઇ ગયા હતા. વર્ષ ૨૦૧૩ માં ઈીિ-ંઘરર માં ર્માકસ ૧૧૩, વર્ષ ૨૦૧૪ માં ઈીિ-ંઘરર ૧૧૫, વર્ષ ૨૦૧૫ માં ઈીિ-ંઘરર માર્કસ ૧૦૫, વર્ષ ૨૦૧૬ માં ઈીિ-ંઘરર માર્કસ ૧૦૦, વર્ષ ૨૦૧૭ માં ઈીિ-ંઘરર માર્કસ ૮૧, આ આ વખતથે હજીપણ ઈીિ-ંઘરર માર્કસ ૭૪ જેટલો નીચે જતા સમગ્ર ગુજરાતનું ખુબ જ નબળું પરિણામ નબળું પરિણામ આવેલ છે.
આવા નબળા પરિણામમાં પણ ઉત્કર્ષના ર૭ જેટલા વિઘાર્થીઓ ઝળકયા છે. સમગ્ર દેશમાંથ ૧૧ લાખ વિઘાર્થીઓ આ પરીક્ષામાં બેઠેલ હતા. જયારે તેમાંથી આશરે ૯ લાખ વિઘાર્થીઓ આ પરીક્ષા પસાર કરી શકેલ નથી. તેની સરખામણીમાં ઉત્કર્ષ સ્કુલના ૬ર ટકા જેટલા વિઘાર્થીઓ આઇ.આઇ.ટી. એડવાન્સ્ડ માટે કવોલિફાઇ થયેલ છે જે ઉત્કર્ષ સ્કુલને અંગ્રેજી માઘ્યમની સમગ્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર-કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રથમ ક્રમાંકીત સ્કુલ તરીકે પ્રસ્થાતિન કરે ોે.
સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રે શિક્ષણ હબ તરીકે પ્રસ્થાપિત થયેલ રાજકોટ શહેર મઘ્યે સતત ઘણા વર્ષોથી પોતાના ઉત્કૃષ્ક પરિણામોની હારમાળા થકી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સ સાયન્સ શિક્ષણ ક્ષેત્રે પોતાનું સ્થાન વિશેષ રીતે સુનિશ્ર્ચિત કરેલ છે.સઘન શિક્ષણ અને પરિણામજનક શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવતી શાળા તરીકે સમગ્ર શહેર ખાતે ખ્યાતી પ્રાપ્ત ઉત્કર્ષ સ્કુલે શહેરના શિક્ષણક્ષેત્ર પ્રગતિની હરણફાળ ભરેલ છે.
તેમજ ગુજરાત રાજય સ્તરે આ શૈક્ષણીક સિઘ્ધિઓ બદલ પ્રતિષ્ઠાજનક સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેના પરિણામે આસપાસના વિસ્તરો તેમજ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાંથી આવતા વિઘાર્થીઓ પણ ગુજરાત રાજય સ્તરે ઉત્કર્ષ સ્કુલને પોતાની શૈક્ષણિક કારકીદીને વિશિષ્ઠ સ્તરે લઇ જનારી સ્કુલ તરીકે પ્રથમ પસંદ કરે છે.
આજે ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ એન્જીનીયરીગ અને મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. રાજકોટની ઙઉઞ અમદાવાદની ઇઉંખતેમજ એન્જીનીયરમાં ઈંઈંઝ, ટઈંઝ, જછખ, ઉઅઈંઈંઈઝ, ઙઉઙઞ, ગઈંછખઅ
તેમજ અન્ય અનેક ખ્યાતનામ કોલેજોમાં ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ પ્રવેશ સુનિશ્ર્ચિત કરતા આવ્યા છે.
ઉત્કર્ષ સ્કુલના વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટરે અને ખ.ઝયભવ લેવલ ધરાવે છે. જેઓ આશરે ૨૫ વર્ષથી પણ વધારે પોતાના વિષયોના શિક્ષણકાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. ઉત્કર્ષ સ્કુલ પ્રત્યે વિઘાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્ર્વાસને જાળવી રાખવા સુદ્રઢ શૈક્ષણિક આયોજન થકી ગુજરાત બોર્ડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગઊઊ અને ઉંઊઊ
માટેનું શ્રેષ્ઠ અને પરિણામજનક શિક્ષણ આપવા માટે પ્રતિબઘ્ધ છે.
અંગ્રેજી માઘ્યમ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ શિક્ષણ આપવા માટેની એક વિશેષ વ્યવસ્થાના ભાગરુપે શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ થી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સ ખાતે ધોરણ ૧ થી ૮ માટેના વિભાગનું આયોજન કરવામાં આવેલ છે. જેથી કરી ઉચ્ચ અભ્યાસના સ્તરે શાનદાર શૈક્ષણિક સફળતા સુનિશ્ર્ચિત કરવા પાયાના સ્તરથી જ સુદઢ અને સઘન શિક્ષણ વ્યવસ્થા સમગ્ર શહેરના વિઘાર્થીઓ માટે ઉપલબ્ધ બની રહે.
આજના આ શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધા જ વિઘાર્થીઓને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ શિક્ષણગણે ખુબ ખુબ અભિનંદન પાઠવવા સાથે ભવિષ્યની ઉચ્ચ અને સફળ વ્યવસાયિક કારકીર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,