ગોંડલ વિધાનસભા મત વિસ્તારની ટિકિટના મુદે ગોંડલ અને રીબડા જુથ્થ વચ્ચે થયેલા મનદુ:ખ ચૂંટણી પુરી થયા બાદ પણ સમ્યુ ન હોય તેમ ફરી ચૂંટણીના મુદે જ બઘડાટી બોલતા મોડીરાતે પોલીસના ધાડેધાડ ઉતારવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ટેકેદારે પૂર્વ ધારાસભ્યના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના બે પુત્ર અને અન્ય પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે રિબડા ખાતે જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું
જયરાજસિંહ દ્વારા બોલાવવામાં આવેલા આ સંમેલનમાં યુવાનો અને મહિલાઓને સ્ટેજ પર બોલાવીને મહિલાઓ પર થયેલા અત્યાચાર થયાના મહિલાઓએ ખુલાસા કર્યા હતા. રિબડામાં મહિપતસિંહ દ્રારા ગેરવર્તન કરી અને ટોચર કરી ધાક ધમકીઓ આપવામાં આવે છે. ગાડીઓ અમારા વિસ્તારમાં રાખી અને ધમકાવે છે તેવા આક્ષેપો જયરાજસિંહના સંમેલનમાં કરવામાં આવ્યા હતા.
વધુમાં આક્ષેપો થયા હતા કે,”ગામમાં પાણી હોવા છતાં પાણી આપતા નથી મહિપતસિંહ અમારા પર ત્રાસ ગુજારે છે. રિબડામાં યુવાનોને પણ ત્રાસ આપે છે તેવા અમારી પાસે અનેક પુરાવા છે. અમો ભાજપ સાથે જોડાયેલા છે એ માટે અનિરૂધસિંહ અને મહિપતસિંહ અમોને ધમકાવે છે મતદાન પણ ભાજપ તરફી કરવું તેવી અમને ધાક ધમકી આપવામાં આવી હતી. અમારા યુવાનોના જમીન પ્લોટમાં કબ્જા કરી વેચી મારવાના ધંધા કરે છે. અમે જે ધંધા રોજગાર કરીયે છીએ એમાં પણ અમને મોટા પાયે નુકસાન કરાવે છે.”
વધુ આક્ષેપો કરતા સંમેલનમાં જણાવ્યું હતું કે રાજદીપસિંહ અમોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. અમારી જમીનના ભાવ એ લોકો નક્કી કરે અમે ન સ્વીકારીએ તો અમોને ધાક ધમકીઓ આપે છે. યુવાનોએ મોટા આક્ષેપ કર્યા કે અનિરુદ્ધસિંહ અમારી જમીનો મફતના ભાવે પચાવી લીધી છે.
વધુમાં ગણેશસિંહ જયરાજસિંહનું નિવેદન આપ્યું હતું કે રિબડામાં ખુટિયાઓ સાથે બાંધવા અમે અને અમારો પરિવાર કટિબદ્ધ છે. કોઈએ રિબડામાં ડરવાની જરૂર નથી . રિબડામાં તમામ પ્રશ્નોને નાથવા અમે અમારો પરિવાર તૈયાર છીએ. રિબડા વાળા એ જે વિચાર્યું નહીં હોય તેવા જવાબો અમે આપશું
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું સંબોધન કર્યું હતું કે, “રિબડામાં કોઈ ગુંડા નથી સ્ટંટમેન છે એનું કાંઈ ન આવે અમારી સામે, રિબડાને સ્વતંત્ર કરવું એ મારી ફરજ છે. એક ગામમાં વિકાસ નથી કરવો પેલા વિનાશ કરવાની જરૂર છે. અમે કોઈને અન્યાય નથી કરતા અને તેનો અમે કોઈને અન્યાયમાં ધકેલવા નથી માંગતા. હવે લડીલેવાની વાતમાં હું તમારું એન્જીન છું એની કોઈએ શંકા રાખતા નહીં. રીબડાને નિર્ભય રીબડા બનાવું છે. હું બધાને ખાતરી આપું છું માર્કેટિંગ યાર્ડમાં મારું પગી પણું કરું છું જેમાં ક્યારેય ખોટું નહી થાય.