આગામી ૧૪ જુનથી રશિયામાં શરૃ થઈ રહેલી વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન તરીકે હેરી કેનની નિમણુક થઈ છે. ઈંગ્લેન્ડના કોચ સાઉથગેટે ટ્વિટર પર વીડિયો કરીને કહ્યું હતું કે ટોટેનહામનો કેન અદભુત નેતૃત્વ લાયકાતો ધરાવે છે. ઈંગ્લેન્ડનો નિયમિત કેપ્ટન વેન રૃની રહ્યો પણ તે પછી આંતરરાષ્ટ્રીય મેચોમાં ઈંગ્લેન્ડના કોઈ સ્થાયી કેપ્ટન બની શક્યો ન હતો
કેને ટોટેનહામ વતી રમતા છેલ્લી સિઝનમાં ૩૦ પ્રિમિયર લીગ ગોલ કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ૨૩ મેચો રમીને તેણે ૧૨ ગોલ કર્યા છે. કેન ઈંગ્લેન્ડની વર્લ્ડકપ ક્વોલિફાયરમાં કેપ્ટન રહી ચૂક્યો છે. તેઓ સ્કોટલેન્ડ સામે રમ્યા હતા. ઈંગ્લેન્ડ તેના ગુ્રપમાં પ્રમાણમાં આસાન મુકાબલા અનુક્રમે ટયુનિસિયા, પાનામા અને બેલ્જીયમ સામે રમશે. લિવરપુલના કેપ્ટન જોર્ડન હેન્ડરસન અને ચેલસીના ગેરી કાહિલના અનુભવનો હેરી કેનને ફાયદો મળશે. ઈંગ્લેન્ડે તેના વર્લ્ડકપ ફૂટબોલ ઈતિહાસની ત્રીજા નંબરની સૌથી યુવા ટીમ જાહેર કરી છે.જે તમામ ખેલાડીઓની સરેરાશ વય ૨૬ વર્ષ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com