તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવી ૯ તોલા ઘરેણાં અને રૂ.૪૫ હજારની ચોરી કરી : બનાવને ૨ દિવસ થયા છતાં ફરિયાદ ન લેવાઇ
મોરબીના ઘુંટુ રોડ પર આવેલા હરિઓમ પાર્કમાં બે દિવસ પૂર્વે ત્રણ રહેણાંક મકાનોમાં ૯ તોલા ઘરેણાં અને રૂ.૪૫ હજારની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે તેમાના એક ઘરમાલિકે એવો આક્ષેપ કર્યો છે કે ઘણા પ્રયત્ન કર્યા છતાં પોલીસ દ્વારા ચોરી અંગે ફરિયાદની દાખલ કરવામાં આવતી નથી.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘુંટુ રોડ પર આવેલા હરિઓમ પાર્કમાં રહેતા રાજેશભાઇ હરિઓમભાઈ કંસારા બે દિવસ પૂર્વે અગાસી પર સુતા હતા ત્યારે ઘરમાં તસ્કરો હાથ સાફ કરી ગયા હતા.તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી ૭ તોલા ઘરેણાં અને રૂ.૧૦ હજાર રોકડાની ચોરી કરી હતી.
આ ઉપરાંત તે જ સોસાયટીના બીજા બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમના એક મકાનમાંથી તસ્કરોએ ૨ તોલા સોનુ અને રૂ.૩૫ હજાર રોકડની ચોરી કરી હતી. રાજેશભાઇના જણાવ્યા મુજબ તેઓના ઘરમાં ચોરી થઈ છે તે અંગે તેઓ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા ગયા હતા પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com