ગામે ગામ ભક્તિ ભાવ સાથે વિઘ્નહર્તા દેવની આરાધના: આજ ગણેશ મહોત્સવનો ચોથો દિવસ
આજે ગણેશ મહોત્સવનો ચોથો દિવસ છે. સૌરાષ્ટ્રમાં ગામે ગામ વિઘ્નહર્તા દેવની ભક્તિનો રંગ ઘુંટાય રહ્યો છે. રાત પડેને જાણે દિવસ ઉગ્યો હોય તેવો ભક્તિપૂર્ણ માહોલ જામે છે. ગણેશ પંડાલો ભક્તોથી ઉભરાય રહ્યાં છે. શ્રીનાથજીની ઝાંખી, ભક્તિ સંધ્યા સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.
ખીરસરા
લોધીકા તાલુકાના ખીરસરા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ખીરસરાના ભાજપ તાલુકા પંચાયત વિપક્ષ લાખાભાઈ સાગઠિયા તેમજ ગામના લોકો દ્વારા ભાદરવા માસની ચોથના દિવસે ગણપતિજીની મૂર્તિને ઢોલ-નગારાનાં તાલે સામૈયા કરીને સ્થાપના કરવામાં આવે છે. ઉત્સવને સફળ બનાવવા યુવા કાર્યકર જયેશભાઈ સાગઠીયા, મુકેશભાઈ તેમજ લખમણભાઈ જહેમત ઉઠાવે છે.
દામનગર
દામનગર ના આંબેડકર ચોક ના પંડાલ માં ગજેન્દ્ર ના દર્શન કરતા અગ્રણી ઓ દામનગર ના આંબેડકર યુવક મંડળ દ્વારા આંબેડકર ચોક ખાતે વિશાળ ગણેશ મૂર્તિ ને બહેનો દ્વારા સુંદર શણગાર પંડાલ માં ગણેશ સ્તવન કરતી બહેનો આજે દામનગર શહેર ના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અમરશીભાઈ નારોલા કિશોરભાઈ ભટ્ટ નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ અતુલભાઈ શુક્લ નટુભાઈ ભાતિયા વિનુભાઈ રાઠોડ દેવજીભાઈ ભાસ્કર ભરતભાઈ ભાસ્કર વિનુભાઈ જયપાલ સહિત ના એ ડો આંબેડકર ચોક પંડાલ માં ગણેશજી દર્શન કર્યા
વેરાવળ
યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથમાં શહેર તથા તાલુકામાં અંદાજે ૩૦૦થી વધુ સ્થળો, વિસ્તારો અને ઘરોમાં ગઈકાલે ગણેશ ચતુર્થીના પાવન દિવસે અબીલ-ગુલાલની છોળો ઉડાડી ધામધૂમ પૂર્વક ડી.જે.ના તાલ અને નાચ-ગાન સાથે ધાર્મિક વાતાવરણમાં વિધ્નહર્તાનું આગમન પંડાલોમાં થયેલ અને પાંચ દિવસ સુધી શહેરના તમામ વિસ્તારોમાં ગણેશના પંડાલોમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાવાની સાથે રંગેચંગે ગણેશોત્સવની ઉજવણી થનાર છે.
ધોરાજી
ધોરાજી ના વઘાસીયા ફળી યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિતે ગણેશ પંડલા માં ગણેશજી ની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે ત્યારે રોજ સવાર સાંજ આરતી ધાર્મિક કાર્યક્રમ તથા પૂજા અર્ચના જેવાં અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે આજરોજ શનિવારે રાત્રે રામા મંડળ નું ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આજુબાજુના વિસ્તારમાં રહેતા ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
કેશોદ
યોગેશ્ર્વર નગર સોસાયટીમાં રહીશો દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન થયેલું તેમાં કેશોદ ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી શહેર ભાજપ પ્રમુખ હરીનભાઇ ચોવટીયા હિતેષભાઇ ચતીયારા હેઠળના જાણીતા પત્રકાર અને સમસ્ત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દવે સહીત લોકોના હાથે ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન વિપુલભાઇ ભટ્ટેએ કરેલું હતું.
લોધીકા
લોધીકાના નિવૃત જમાદાર છેલશંકર અને હંસાબેન જોષીના ઘેર થોરડી નાકા રોડ, ગોકુલ ચોક તેમજ અર્ચનાબેન સાકસપરના ઘેર ગણેશજીની ભાવભેર સ્થાપના કરવામાં આવી છે. અહી રોજ ગણેશજીને સજાવીને મહાઆરતી કરવામાં આવે છે.
તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામા આવે છે. જેનો બહોળી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે.
સાવરકુંડલા
ગણપતી બાપાની અસીમ કૃપા થી (કાના તળાવ શિવ દરબાર આશ્રમ ના પ.પૂ.શ્રી ઉષામૈયા ના આશીર્વાદ થી સાવર કુંડલા માં સદભાવના ગૃપ દ્વારા દસ વર્ષ થી ગણેશ મહોત્સવ નુ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ મોદી હાઇ સ્કૂલના વિશાળ મેદાન મા ગણપતી મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ જંગલ દર્શન નું આયોજન કરવા માં આવ્યું હતું અને ગણેશ મહોત્સવ દરમ્યાન
રોજ પાંચ હજાર થી પણ વધારે ભક્તો દર્શન નો લાભ મેળવીને ધન્યતા અનુભવે છે અને સમગ્ર ગુજરાત ભરમાં સ્વાઈન ફ્લૂ એ ભરડો લીધો છે ત્યારે આ ગણેશ મહોત્સવ માં દર્શને આવતા હજારો ભક્તો માટે ઉકાળોનું આયોજન કરવા માં આવ્યુ છે જેમાં હજારો ભક્તો ઉકાળો
પીવે છે અને ગણેશ મહોત્સવ દરમ્યાન હિંડોળા દર્શન,ભારત દર્શન,છપ્પન ભોગ,લખપતિ ગણપતી,વેશ ભૂષા કોમ્પિટિશન,ગણપતી પેઇન્ટીંગ કોમ્પિટિશન, અમર નાથ,રકત દાન કેમ્પ, વકૃત્વ સ્પર્ધા મહા આરતી, સહિત ના કાર્યક્રમો યોજાશે