ઝેરનું મારણ ઝેર !!!
૨૧૦૦ દર્દીઓને સ્ટેરોઈડનો ડોઝ અપાતા તમામ સાજા થયા
ગુજરાતી કહેવત છે કે ‘ઝેરનું મારણ ઝેર’ તેમ વિશ્ર્વ આખાને મુંઝવતો પ્રશ્ર્ન કોરોના વાયરસની હાલ કોઈ રસી શોધાઈ નથી ત્યારે ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા કોરોના રિકવરી માટેનો એક પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મોટી સફળતા હાથ લાગી છે. સ્ટેરોઈડ દવાથી કોરોનાના દર્દીઓને સારવાર સફળ રીતે થઈ શકે છે તેવું ઓકસફર્ડ યુનિવર્સિટીનાં એક રીસર્ચમાં બહાર આવ્યું છે. સ્ટીરોઈડ કિંમતમાં સાવ સસ્તી છે પરંતુ સામાન્ય વ્યકિતને નુકસાન પહોંચાડતી હોવાથી તેનો ઉપયોગ ઘણા દેશોમાં પ્રતિબંધિત છે.
ખુબ જ સસ્તી અને વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી સ્ટેરોઈડ દવા ડેઝામિથેઝોન કોવિડ-૧૯નાં દર્દીઓની સારવાર અને જીવન બચાવવામાં ખુબ જ અસરકારક પ્રથમ સ્ટેરોઈડ પ્રકારની દવા પુરવાર થઈ રહી છે. વૈજ્ઞાનિકોના મતે ડેઝામિથેઝોન કોરોના વાયરસનાં ઈલાજ માટે અને દર્દીના જીવન બચાવવા માટે સારું પરિણામ આપતી દવા બની છે. મંગળવારે ડેઝામિથેઝોનનાં પ્રાયોગિક પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ દવા અત્યારે સંધિવાનાં દર્દમાં મૃત્યુદર ઘટાડવા માટે અસરકારક રીતે ઉપયોગમાં આવતી આ દવા કોવિડ-૧૯ના હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯નાં સૌથી વધુ ત્રીજા ભાગનાં દર્દીઓ પર સ્ટેરોઈડ ડેઝામિથેઝોનનો પ્રયોગ મૃત્યુ નિવારવા માટે અસરકારક સાબિત થઈ છે. પ્રાથમિક પરિક્ષિત પરિણામોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આ દવા દર્દીઓની સંભાળ અને આવી મહામારી તાત્કાલિક પરિણામ આપતી દવા બની રહી છે. સ્ટેરોઈડનો પ્રયોગ ૩ હજાર સંશોધકોએ જણાવ્યું હતું કે, તેઓ ટુંક સમયમાં જ પોતાના અનુભવ અને પોતાની વ્યકિતગત સાક્ષીએ આ દવાના પરીક્ષણના અસરકારક પરિણામોની સંપુર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.
ઈંગલેન્ડનું આરોગ્ય મંત્રાલય સમયનો જરા પણ વ્યય કર્યા વગર વહેલી તકે સ્ટેરોઈડ ડેઝામિથેઝોનના અસરકારક પરિણામોને લઈને જલ્દીથી આ દવાનો ઉપયોગ શરૂ થાય અને નિકાસના પ્રતિબંધોને દુર કરી બ્રિટન દ્વારા બે લાખ જેટલા દવાના ડોઝ તૈયાર કરી તેનો ઉપયોગ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. આ પ્રારંભિક પરિણામમાં વેન્ટિલેટર ઉપર કે ઓકિસજન ઉપર રાખવામાં આવેલા કોવિડ-૧૯નાં ગંભીર દર્દીઓને ડેઝામિથેઝોન આપવામાં આવતા આ દવાએ જીવન રક્ષક તરીકેનું કામ આપ્યું છે. આ દવા દર્દીઓના જીવન બચાવવા માટે અને ખુબ જ સસ્તા દામમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. તેમના સહયોગી પીટર હોરબીએ કહ્યું હતું કે, ડેઝામિથેઝોન મૃત્યુઆંક ઘટાડવામાં અસરકારક પુરવાર થઈ છે. આ એક મોટી ઉપલબ્ધી છે. વળી ડેઝામિથેઝોન સસ્તી છે અને તે જીવ બચાવવા માટે તાત્કાલિક ધોરણે વિશ્ર્વવ્યાપી ધોરણે વાપરી શકાય એમ છે. અત્યારના તબકકામાં કોવિડ-૧૯ મહામારી માટે કોઈ રસીની શોધ થઈ નથી. કોરોના વાયરસ જગત માટે નવી મહામારી છે જેણે અત્યાર સુધીમાં વિશ્ર્વભરમાં ૪ લાખ ૩૧ હજાર લોકોનો ભોગ લઈ લીધો છે.
ઈંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી ક્રિશવીટીએ ગઈકાલે મંગળવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના દર્દીઓને બચાવી લેવા માટેના પ્રયોગોમાં મોટી સફળતા મળી છે અને લાંબાગાળો આ દવા જીવન બચાવવા માટે ખુબ જ અકસીર સિદ્ધ થશે. તેમના સહાયક જોનથન વેનટેજાએ જણાવ્યું હતું કે, હજુ આંકડાકિય વિગતો અને તેની પૂર્ણ માહિતી અને પરિણામના અવલોકનોની સંપૂર્ણ સમીક્ષા થઈ નથી પરંતુ તેના પરિણામોની આછેરી ઝલકમાં જ તેનું મહત્વ વઘ્યું છે. હવે તેનો વ્યવસ્થિત પરીક્ષણ કરીને સાચા તારણો મેળવવામાં આવશે.