આજના યુગમાં માનવની ઇચ્છા શકિત સ્વાર્થ પ્રેરિત બની ચુકી છે. પ્રજાહિતને બદલે પોતાના હિતની વધુ ચિંતા સતાવતી હોય છે. જે અત્ય પ્રજા માટે વિરોધ સ્વરુપે ત્રાસનું કારણ બને છે આ જગતમાં આજે પણ એવા માનવી છે અને પૂર્વમાં હતા.
જેણે પોતાના સંકલપ શકિત વડે પ્રજાની ભલાઇ માટે નિસ્વાર્થ ભાવે પોતાનું સર્વસ નિછાવર કરીને બીજા માટે પ્રેરણા અને બોધપાથનો સંદેશ આપતા ગયા અને એક અલગ પહચાન સ્થાપિત કરીને સમગ્ર માનવને પ્રભાવિત સાથે ઇતિહાસ રચવાનું કાર્ય કરેલ.
વૃક્ષારોપણની દર વર્ષે સરકાર દ્વારા મૌમાસા દરમ્યાન કરોડોના ખર્ચે વન મહોત્સવ કાર્યક્રમ ઉજવે છે. પરંતુ ધરાતળ પર વનીકરણનું વિસ્તરણ વધતુ નથી અને ભ્રષ્ટાચારના તંતુઓ ના કારણે રોપણ થયેલ વૃક્ષોનું બાળ મૃત્યુ પામે છે. પરંતુ જોડીયાના પાડોશી ગામ બાદનપર ના એક વૃઘ્ધ માનવીએ સરકારની પથરી બદલી નાખી છે.
બાદનપર ના વૃઘ્ધ બેચર બાપાએ પોતાના જીવન કાળમાં વૃક્ષોનો કેવી રીતે ઉછેરવો તે દાખલો બેસાડીને પ્રકૃતિ પ્રેમીને ભેટ આપી છે. જોડીયા ના ત્રણ કિલોમીટર પાડોશી ગામ બાદનપર ના સીમ વિસ્તારમાં આવેલ પૈારાણીક કનકેશ્ર્વર મહાદેવ વર્ષાથી બિરાજ રહ્યા છે.
ગામના વૃઘ્ધ બેચર બાપાએ શિવમાર્ગના બન્ને બાજુ એકલા હાથે લીમડો આમલી અને વડલા વાવીને જાતે માવજત કરીને હરિયાળી સૌર રસ્તા નું સર્જન જે આજે પણ શિવમંદીર આવતા જતા શિવભકતોને પ્રકૃતિનું અદભુત દર્શન આજે પણ બાપાની સંકલ્પ શકિત અને યોગદાન અન્ય માટે પ્રેરણા તથા બોધપાઠનો સંદેશ થાપતા ગયા