માટી, નાળીયેરનો છોલ, રાખ, વિવિધ બીજ જેવા કે કરંજ, ગુલમહોર, લીમડો, રેઇન ટ્રી વગેરેના મિશ્રણથી વિદ્યાર્થીઓએ ૩૫૦૦ ઉપરાંત શિવલીંગ બનાવ્યા
હરિવંદના કોલેજમાં દર વર્ષે અલગ અલગ થીમ પર સળંગ એક અઠાવડીયા સુધી ડે-સેલિબે્રશનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ડે સેલિબ્રેશન-૨૦૧૯ના પ્રથમ દિવસે સ્પિરિચ્યુઅલ ડેનું આયોજન કરવામાં આવેલ હતું.
આ દિવસે મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ હતું. અને સાથો સાથ વિઘાર્થીઓએ વિવિધ ધર્મો વિશે જાણવા જેવી બાબતો પર સુંદર ચાર્ટ પ્રેઝન્ટેશન પણ તૈયાર કરેલ હતું. પરંતુ આ દિવસનું મુખ્ય આકર્ષણ હતું ઓર્ગેનિક શિવલીંગ (સીડલિંગ) કુલ ૩૫૦૦ જેટલા વિઘાર્થીઓ તેમજ સ્ટાફમેમ્બર્સ દ્વારા માટી, નાળીયેરનો છોલ, રાખ અને વિવિધ જાતના બીજ જેવા કે કરંજ, ગુલમહોર, લીમડો રેઇન ટ્રી વગેરેના મિશ્રણ વડે ૩પ૦૦ ઉપરાંત શિવલીંગ બનાવવામાં આવેલ હતા. આ પ્રવૃતિને બિરદાવવા કાયદાક્ષેત્રે ખુબ જ જાણીતું નામ એવા અભયભાઇ ભારદ્વાજ કોલેજ પર પધારેલા હતા તેમજ તેઓને યજ્ઞમાં આહુતિ પણ આપેલ હતી. હરિવંદનાા કોલેજ દ્વારા કરાયેલી આ પ્રવૃતિ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ હતી. જેની નોંધ વર્લ્ડ રેકોડર્સ ઇન્ડીયા નામની સંસ્થા દ્વારા સહર્ષ લેવાયેલ હતી. રેકોર્ડનું અંગેનું સટીફીકેટ તેમજ મેડલ એનાયત કરવા વર્લ્ડ રેકોડર્સ ઇન્ડીયા ના ચેરમેન પવન સોલંકીએ સ્વહસ્તે રેકોર્ડનું સર્ટીફીકેટ તેમજ મેડલ કોલેજને એનાયત કર્યા હતા અને કોલેજની આ પ્રવૃતિને બિરદાવી હતી.