વિવિધ સામાજીક અને સર્જનાત્મક થીમ સાથે ‘ડે સેલીબ્રેશન-૨૦૧૯નું આયોજન
હરિવંદના કોલેજ -રાજકોટ દ્વારા દર વર્ષે વર્ષનું છેલ્લુ અઠવાડિયું ડે સેલિબ્રેશન તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ હરિવંદના ડે સેલિબ્રેશન ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે.સાત દિવસના આ મહોત્સવમાં આનંદ, મનોરંજન અને ખેલકૂદની સાથે ખાસ તો વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભાઓ એક સરસ સ્વરૂપમાં બહાર આવે, તેમજ આંતરીક સુમેળ તેમજ પરિવારભાવના કેળવાય એવો આશય રાખી દરરોજ અલ ગઅલગ થીમ પર દિવસો નકકી કરવામાં આવ્યા છે.
આ ડે સેલીબ્રેશન અંતર્ગત પ્રથમ દિવસે સ્પિરિચ્યુઅલ ડે તેમજ દેશભકિત ડેની થીમ રાખવામા આવેલ હતી. જે અંતર્ગત વિદ્યાર્થીઓ લાલ પીળા સફેદ જેવા શુભ અને પારંપરીક તેમજ અમુક વિદ્યાર્થીઓ આપણા દેશના વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં આવેલ હતા. વિદ્યાર્થીઓએ પોતાની ઈચ્છા મુજબના મંત્રો, આયાતો તેમજ પુરાણકથાઓ આધારિત ચાર્ટ તેમજ પ્રેઝન્ટેશન અને મંત્રલેખન કર્યું કોલેજમાં મહા મૃત્યુંજય યજ્ઞનું આયોજન થયું જેમાં આખો દિવસ પૂરોહિતો દ્વારા મહામૃત્યુંજય મંત્રોનું પઠન કરવામાં આવેલ હતા.
આ દિવસનું મુખ્ય આકર્ષણ તેમજ પ્રવૃત્તિ રહી સીડબોલમાંથી વિદ્યાર્થીઓએ કોલેજ સ્થળ પર જ બનાવેલા ૧૫૦૦ જેટલી શિવલીંગ આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ માટી, નાળીયેરનો છોલ, રાખ તેમજ છાણીયા ખાતર સાથે વિવિધ પ્રકારનાં વૃક્ષોનાં બીજ જેમકે લીમડો કરંજ, ગુલમહોર, રેઈન ટ્રી વગેરેનું મિશ્રણ કરી વિદ્યાર્થીઓ દ્વારા શિવલિંગનું સર્જન કરવામાં આવેલ તેમજ તે શિવલીંગની પુષ્પ ગુલાલ આદિથી પૂજા પણ કરવામાં આવેલ. પાર્થિવ શિવલીંગના મહિમાને આગળ ધપાવી વિસર્જનમાંથી નવસર્જનનો એક અલગ જ વિચાર આપવાના ઉદેશથી સિડબોલમાંથી શિવલીંગના સર્જનનો એક અનોખો વિચાર હરિવંદના કોલેજે સમાજને આપ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા આ રીતે સિડબોલમાંથી બનાવાયેલ ૧૫૦૦ શિવલીંગ (સિડલિંગ)ની પ્રવૃત્તિ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા રાજકોટ મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીના ભૂતપૂર્વ ચેરમેન તેમજ પ્રખર રાજનેતા નીતિનભાઈ ભારદ્વાજ તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રો. વાઈસ ચાન્સેલર ડો. વિજયભાઈ દેસાણી પણ હાજર રહ્યા હતા. અને સંસ્થાની આ પ્રવૃત્તિને ખાસ બિરદાવી હતી.
આ સાથે કોલેજમાં તા.૨૫.૧૨ થી તા.૩૧.૧૨ સુધી વિવિધ ઉત્સવો જેવા કે ટિફિન ડે, નો પ્લાસ્ટિકનો ગેજેટ ડે, કલાસરૂમ ટ્રાન્સફોર્મેશન ડે, બેંક તું બચપન ડે, દેશી ફૂડ કાર્નિવલ વગેરેનું આયોજન પણ કરવામાં આવેલ છે.જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પ્રતિભાઓ બહાર લાવવાનો તેમજ એક સંવાદિત રચવાનો છે.
હરીવંદના કોલેજ કેમ્પસ ડાયરેકટર સર્વેશ્ર્વર ચૌહાણએ જણાવ્યુંં હતુ કે, આજ રોજ અમે આધ્યાત્મિક દિવસની ઉજવણી કરી છે. આ કાર્યક્રમ થકી અમે ઈન્ડીયા બૂક ઓફરેકોર્ડમાં અમારી નોંધણી કરાવી છે. અમારા વિદ્યાર્થીઓ ૧૫૦૦ જેટલા શિવલીંગ બનાવે છે. આજના કાર્યક્રમમાં અમારા ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. જે વિદ્યાર્થીઓ જે સંપ્રદાયમાં માને છે. એનું મંત્ર લેખન એના ચાર્ટ અને એનું જ્ઞાનનું વહેચાણ થાય તેમજ મહારૂદ્રી અને મહાકાલ યજ્ઞ રાખેલ છે.જેની અંદર વિદ્યાર્થીઓ આધ્યાત્મિક તરફ વળે આવો આ કાર્યક્રમનો હેતુ છે.
અભય નળીયાદરા વિદ્યાર્થીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, હું હરિવંદના કોલેજમાં છેલ્લા ૪ વર્ષથી અભ્યાસ કરૂ છું આજે જે આધ્યાત્મિક દિવસની ઉજવણી રાખવામા આવી છે.એમાં અમારા ગ્રુપ દ્વારા ૧૫૦૦ શિવલીંગ બનાવામાં આવ્યા છે. જેની નોંધ ઈન્ડીયા વર્લ્ડ રેકોર્ડમાં લેવાશે આ દિવસની ઉજવણીથી અમારા જેવા યુવાઓ આધ્યાત્મિકતા તરફ વળીએ એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.