તેઓ ઇન્ટરનેશનલ કલાકારો અને ક્રુ મેમ્બર્સ સાથે એક જાહેરાત બનાવશે જેને આવતા દિવસોમાં ગ્લોબલ પ્લેટફોર્મ પર રજૂ કરાશે
ફિલ્મ દિગ્દર્શક હારિત ઋષિ પુરોહિતે રાજકોટનું ગૌરવ વધાયુ છે. તેઓને ઇન્ટર નેશનલ એડ ફિલ્મ માટે સાઇન કરાયા છે. ફિલ્મ ડિરેકટર અને રાજકોટની સેવન્થ સેન્સ કોન્સેપ્ટસ કંપનીના મેનેજીંગ ડિરેકટર હારિત ઋષિ પુરોહિત ઇન્ટરનેશનલ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ સાથે એક જાહેરાત બનાવશે તેઓને ઇન્ટરનેશનલ એડ ફિલ્મ માટે એમને સાઇન કરવામાં આવ્યા છે. જે આવનારા દિવસોમાં ગ્લોબલ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. ગુજરાતી દિગ્દર્શક દ્વારા તૈયાર થનારી ડીઝિટલ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નિર્માણ પામી રહી હોય એવી આ પહેલી ઘટનાછે. ધીરુભાઇ અને લેટ ધેમ પ્લેના દિગ્દર્શક હારિત ઋષિ પુરોહિત રાજકોટ સહિત સમગ્ર રાજય અને ભારત દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કરવા જઇ રહ્યાં છે. દેશ-વિદેશના કલાકારો અને ક્રૂ આ પ્રોજેકટ ગ્લોબલ પ્લેટ ફોર્મ પર જાહેરાત માટે તૈયાર કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિત ઋષિની ફિલ્મને રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય સ્ક્રીન પર દેખાડવામાં આવી છે. તેમને ઇટાલી અને લોસ એન્જલ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફોરેનસ્ક્રીન પ્લેના એવોર્ડ મળી ચુકયા છે. કોઇ ગુજરાત દિગ્દર્શક દ્વારા તૈયાર થનારા ડિઝીટલ ફિલ્મની કદાચ આ સૌ પ્રથમ ઘટના છે.