અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજી સુધી ભગવાન હિડોળે ઝુલે છે: ભગવાનને ફળ, ફુલથી માંડી વિવિધ સામગ્રીની હિડોળામાં ઝુલાવવામાં આવે છે
અષાઢ સુદ એકમથી આ અમુલ અવસરનો આરંભ થાય છે. અને શ્રાવણ વદ બીજે એનો વિધિવત વિજયોત્સવ ઉજવાય છે. ઘણી જગ્યાએ એક માસ સુધી આ મંગલમય મહોત્સવ મનાવાય છે.અમુક વૈષ્ણવોના કથન અનુસાર વ્રજમાં આ અવસર મહોત્સવ ચાલીસ દિવસ સુધી ઉજવાય છે.
વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં આનુ અનેરૂ મહાત્મય છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામના સમયથી આ ઉત્સવ ઉમંગભેર ઉજવાય છે. અયોધ્યાવાસીઓ આને ઝુલણ યા ઝુલા ઉત્સવ કહે છે જયારે વૈષ્ણવ સંપ્રદાય અનુસાર શ્રી કૃષ્ણચંદ્રજીની આરાધીકા રાધીકાજીની સેવાનો અમુલો અવસર છે.
વૈષ્ણવો પરંપરામાં રસેશ્ર્વરની રાસલીલા સાથે પણ આ ઉત્સવને જોડવામાં આવ્યો છે. અમુક જગ્યાએ પ્રથમ નારદજીએ ઠાકોરજીને ઝુલેઝુલાવ્યા હતા એવું પણ કથન છે.આ હિંડોળાએ ભકતોની ભિતરની ભવ્ય ભાવનાઓને ચરિતાર્થ કરતા વિશિષ્ટ અને વિવિધ જાતજાતના અને ભાત ભાતના બનાવવામા આવે છે. પરમાત્માએ એક પણ વસ્તુ એવી નથી બનાવી જે પ્રાણીમાત્રને ઉપયોંગી ન હોય અને એટલે જ તારૂ આપેલુ તુજને અર્પણનો ભાવના સાથે ફળ,ફુલ, ફૂટથી માંડી વિવિધ સામગ્રીની વણઝારથી આ હિંડોળાને સજાવવામાં આવે છે.શ્રી વૃંદાવનમાં હજારો મંદિરો છે દરેક મંદિરો આ હિંડોળા મહોત્સવ મનાવે છે. પરંતુ બાંકે બીહારીજીના મંદિરનોનજારો કઈ ઔર જ હોય છે.સ્વામી હરિદાસજીના લાડલા ઠાકુરના હિંડોળા જોવા એ પણ જીંદગીનોએક લહાવો છે. આ બાંકે બિહારીના દર્શનની પણ એક અનોખી વિશિષ્ટતા છે. અક્ષયતૃતીયાના દિવસે તેમના શ્રીચરણના દર્શન થાય છે.્ર
નંદાલયમાં અષાઢ સુદ એકમથી આ હિંડોળા શરૂ થાય છે. સામાન્યત ચાંદીના હિંડોળાથી આની શરૂઆત થાય છે. આ હિંડોળા બે સ્થઠભ યા ચાર સ્થભના આ હિંડોળા બને છે.ચાર સ્થંભ ચાર વેદ તરીકે પણ ઓળખાય છે. નારણ પંચશાસ્ત્ર આવુ વર્ણન છે.શ્રાવણ સુદ એકમ સુધી ઠાકોરજી ગિરિરાજ ઉપર ઝુલણ ઝુલે છે. એકમયી નોમ સુધી નંદકિશોર કુંજ ગલીઓમાં હિંચકે હિચે છે.જયારે શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી બ્રજબિહારી કૃષ્ણ કનહાઈ યમુના મહારાણીની પાળે કદમની ડાળે ઝુલે છે. વૈષ્ણવોની આવી આસ્થા અને ભવ્ય ભાવનાઓએ લઈ શ્રી વૃંદાવનમાં વાસુદેવની વિવિધ લીલાઓ અને વિરહની સ્મૃતિરૂપે વિવિધ સ્થળે વિવિધ પ્રકારના પ્રેમાળ અને હેતલળ હૈયે હિંડોળા બનાવાય છે.- ઘનશ્યામ ઠકકર