૭૬ ગીર ગાયો પૈકી ૬૦ ગાયોની બોલી બોલાઇ

એક બાજુ શહેરથી લઈને ગામડાઓ સુધી રસ્તે રઝળતી ગાયો સરકાર માટે માથાનો દુ:ખાવો બની છે તો બીજી તરફ ગીર ગાયો સરકારને લાખો રૂપિયાની કમાણી કરી આપતી પણ બની છે….

20170716 150613તાજેતરમાં જ ગુજરાતના એક માત્ર રાજકોટ ધોરાજીના ભૂતવડ ગામે આવેલ સરકારના ગુજરાત પશુધન વિકાસ બોર્ડ-ગાંધીનગર સંચાલિત પશુ ઉછેર કેન્દ્ર ખાતે ગીર ગાયોની હરરાજી હાથ ધરવામાં આવી હતી.સરકાર  દ્વારા ૪૦૦/-થી૫૦૦/- કરતા વધુ ગૌ પાલકોની ઉપસ્થિતિમાં થયેલ   વૃધ્ધ,રીજેકટેડ નાના મોટા વાછરડી,વાછરડા સહિતના કુલ- ૭૬  ગીર ગાયો સાથેના પશુઓની હરરાજીમાં ૬૦ જેટલી બોલી બોલાઈ હતી.આ સાથે સરકારને અધધધ રૂપિયા-૩૬,૦૨,૫૦૦/- ઉપજ્યા હતાં.જેમાં સૌથી વૃધ્ધ નવમા વેતરની હંસા નામની ગાયનું રૂપિયા ૨,૨૧,૦૦૦/-અઢળક કિંમતમાં વહેંચાણ થયું હતું…

સરકારે ગીર ગાયમાંથી લાખોની કમાણી તો કરી જ છે.ત્યારે વાત કરીએ ગીર ગાયની તો લોકોમાં ગીર ગાયની જાગૃતિ લાવવાનો મુખ્ય યશ જૂનાગઢના જામકાના ગૌ પ્રેમી મનસુખભાઈ સુવાગીયાના ફાળે જાય છે.જેમણે આનુવંશીક સુધ્ધતા સાથે ગીર ગાયની કરેલ બહોળી પ્રસિદ્ધિને લઈને લોકો આજે સારી જાતની ગીર ગાયો ઉંચા ભાવથી પણ ખરીદતા થયા છે  ઘણા વાછરડી વાછરડાનું પણ રૂપિયા ૬૦ થી ૭૦ હજારમાં વહેંચાણ થયું હતું સૌરાષ્ટ્રની ગીર ગાય આજે દેશ અને દુનિયામાં વખણાતી થઈ છે.ત્યારે ગીર ગાયને દૂધ આપ્યાની સાથે આરોગ્યની દાતા સાથે ખેતીની પણ અઢળક ઉત્પાદન આપતી દાતા કહેવામાં આવી રહી છે ગુજરાત સરકાર ગીર ગાયની હરરાજીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી શકતી હોય ત્યારે એમ્બ્રિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરી રખડતી ભટકતી ગાયને પણ ગીર ગાયની સરોગેટ મધર બનાવી શકાય આ ટેક્નોલોજીનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવે તો લોકને ટ્રાફિકમાં અડચણરૂપ બનતી ગાયોનો પ્રશ્ર્ન હલ થવાની સાથે  ફરીથી ભારતમાં દૂધની નદીઓ વહે તેમાં કોઈ શંકા જ નથી..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.