આપાગીગા ના ઑટલા ના મહંત નરેન્દ્રબાપુ દ્વારા સદગુરુ જીવરાજ બાપુ ગુરુશામજીબાપુની રામરોટીની સેવાનો યજ્ઞ આગળ ધપાવે છે
જુનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગીરનાર ના સાનિધ્યમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકો ની અનસેવાનો મહાયજ્ઞ ચલાવતા ચોટીલા આપાગીગાના ઓટલા પ્રેરિત અનક્ષેત્રમાં આ વર્ષે પણ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા ગુરુ જીવરાજ બાપુ અને શામજી બાપુના રામ રોટીના યજ્ઞના આદર્શને અવિરત ધમધમતું રાખવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી દરમિયાન તારીખ 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સાત દિવસ સુધી હરિહર ના નાદ સાથે જાહેર અંનંક્ષેત્ર ચલાવવામાં આવશે
નવનાથ 84સીધ 64જોગણીયો અને જેના શિખરો પર ગુરુ ગોરખનાથ ગુરુ દત્તાત્રેયના બેસણા છે અને જ્યાં સાક્ષાત માં જગદંબા અંબાજી મા બિરાજે છે તેવા ગિરનારની ગોદમાં શિવરાત્રીના મેળા દરમિયાન સાક્ષાત ભોળાનાથ વધારે છે તેવા શિવરાત્રી મેળામાં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ વચ્ચે સતાધાર આપાગીગાના સુભાષિશથી આપાગીગાના ઓટલા દ્વારા પૂજ્ય જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજીબાપુના આશીર્વાદથી સમાજના અઢારે વરણના દરેક સમાજ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર જાહેર ક્ષેત્ર અને સંતવાણી ની ધૂમ બચાવવામાં આવશે
અનક્ષેત્રમાં દેશભરમાંથી સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરને મહાનુભાવો પ્રસાદ લાભ લેશે નરેન્દ્ર બાપુ ગુરુ જીવરાજ બાપુ મહંત આપાગીગાના ઓટલા મોલડી ચોટીલા દ્વારા ભવનાથમાં તારીખ 12 2 22 રવિવારે સવારથી ભોજન પ્રસાદ નો શુભારંભ થશે ભાવિકો માટે મહાશિવરાત્રીના આખો દિવસ ફરાર ની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે 12 થી 18 ફેબ્રુઆરી શનિવાર સુધી લાલ સ્વામી ની જગ્યા મહંતહરી ગીરીબાપુ નીભગીરથ વાડીની સામે ભવનાથ ખાતે ચાલનારા આ જાહેર અન્નક્ષેત્રનો ભાવિકોને ધર્મ લાભ લેવા નરેન્દ્ર બાપુ(9824210528) એ અનુરોધ કરેલ છે