ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ હરિદ્વારમાં હર કી પૈડી પહોંચી ગંગામાં પ્રવાહિત કરવામાં આવ્યાં. અટલજીના દીકરી નમિતાએ અસ્થિ ગંગાના પ્રવાહમાં વિસર્જિત કર્યા. આ પ્રસંગે અટલજીની ભાણેજ નમ્રતા પણ હાજર છે. આ ઉપરાંત તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત છે.
Haridwar: Late #AtalBihariVajpayee‘s daughter Namita immerses his ashes at Har-ki-Pauri in Haridwar. Home Minister Rajnath Singh and BJP President Amit Shah also present. #Uttarakhand pic.twitter.com/De5ylkKCbY
— ANI (@ANI) August 19, 2018
આ પહેલાં રવિવારે સવારે અટલજીના પરિવારના લોકો અસ્થિઓને દિલ્હીમાં સ્મૃતિ સ્થળથી સંચિત કર્યાં હતા. જે બાદ તેને સેનાના વિશેષ વિમાનથી દેહરાદૂન લવાયાં અને જ્યાંથી હેલિકોપ્ટરથી હરિદ્વાર લઈ જવાયાં હતા.
બીજેપી પ્રવક્તા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું, “અટલજીની અસ્થિઓને દેશની 100 નદીઓમાં વહેવડાવવામાં આવશે. આ ઉપરાંત, 20 દિવસો સુધી દેશના તમામ રાજ્યોમાં પ્રાર્થના સભાઓ રાખવામાં આવશે. દિલ્હીમાં 20 ઓગસ્ટના રોજ ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં સાંજે 4 વાગે પ્રાર્થના સભા રાખવામાં આવી છે. ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ લખનઉમાં આયોજન થશે.