પાંચ અટકાયતીઓને છોડાવા ૧૦૦૦ માણસોનું ટોળું પોલસી સ્ટેશને દોડી ગયું

છેલ્લા ત્રણ વર્ષ થયા પાટીદાર સમાજ માટે અનામતની માંગ સાથે આંદોલન કરી રહેલા પાટી સમાજના યુવાન હાર્દિક પટેલ અને ટીમના કન્વીનરોની અટકાયતના પડઘા પાસનું એપીક સેન્ટર ગણાતા ભાયાવદરમાં ગતરાત્રે પડયા હતા જાહેરમાં રામધુન બોલાવી રહેલા પાસના કાર્યકરોની ભાયાવદર પોલીસ અટકાયત કરતા લોકોમાં રોષ લાગણી ફેલાઈ હતી. એક હજાર માણસોનું ટોળુ પોલીસ સ્ટેશને ઘસી જઈ ઉગ્ર રજૂઆત કરતા પોલીસે અટકાયતમાં લીધેલા પાંચ શખ્સોને છોડી મૂકવા પડયા હતા એક હજારના માણસોના ટોળાએ પોલીસને એક આવેદન પત્ર પાઠવ્યું હતુ.

છેલ્લા ઘણા સમય થયા પાટીદાર સમાજના આર્થિક પછાત લોકોને અનામત માટે લાભ મળે તે માટે પાટીદાર સમાજના યુવાનો દ્વારા વિવિધ અને તબકકાવાર કાર્યક્રમો યોજી પોતાની લાગણી સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ સરકાર આનો કાંઈ જ જવાબ નહી દેતા પાટીદાર સમાજ હવે આરપારની લડાઈ લડવા માટે સમાજના યુવાનો સજજડ થઈ ગયા છે.2 56 આગામી ૨૫ મીએ પાસના હાર્દિક પટેલ ઉપવાસ આંદોલનના મંડાણની જાહેરાત કરતા જ પોલીસ હરકતમાં આવી ગઈ કાલે હાર્દિક પટેલ અને તેની ટીમના કન્વીનરોની ધરપકડ કરતા આ ધરપકડના પડધા અનામત આંદોલનનું એપીક સેન્ટર ગણાતા ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં પડયા હતા.

ગઈકાલે હાર્દિક પટેલ અને સુરત પાસના ક્ધવીનર અલ્પેશ કથીરીયાની પોલીસે ધરપકડ કરતા આના વિરોધમાં ભાયાવદર પાસ દ્વારા સરદાર ચોકમાં રામધુનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. પાસના કાર્યકરો રામધુન બોલાવી રહ્યા હતા3 44 ત્યારે પોલીસ આવી પાંચ કાર્યકર્તાઓને ઉઠાવી પોલીસ સ્ટેશને લઈ જતા પાસનાં કાર્યકરો ઉશ્કેરાયાહ તા. અને ભાયવાદર, પાનેલી, કોલકી સહિતના ગામોમાં જાણ થતા જ એકાદ કલાકમાં એક હજાર માણસોનું ટોળુ ભેગુ થઈ જતા ટોળાએ પોલીસ સ્ટેશન પાસે આવેલ હનુમાનજીના મંદિર પાસે બેસી જય સરદાર જય પાટીદાર અટકાયતીઓને મૂકત કરોના નારા લગાવતા પોલીસ ફફડી ઉઠી હતી4 24 અટકાયતમાં રખાયેલા જીલ્લા પાસના સહ કન્વીનર નયન જીવાણી, જીલ્લા મહિલા પાસના ક્ધવીનર રેખા સિણોજીયા, ભાયાવદર મહિલા પાસના કન્વીનર શિતલ બરોચીયા સહિતને મૂકત કરી દીધશ હતા.

પોલીસ સ્ટેશને ઘસી આવેલા ટોળાએ સ્થાનિક પીએસઆઈને એક આવેદન પત્ર સુપ્રત કરી તેમાં ધરપકડ કરાયેલ પાસના હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયાને મૂકત કરી દેવા અને આગામી ૨૫મી એ અમદાવાદમાં નિકોલ ખાતે પાટીદાર સમાજ દ્વારા જે ઉપવાસ કરવાના છે તેને મંજૂરી આપવા સહિતની માંગણી કરવામાં આવી હતી.

ગતરાત્રે પાસના એપીક સેન્ટરમાં ભાયાવદર, પાનેલી, કોલકી, સહિતના ગામોમાં હાર્દિક પટેલની ધરપકડના પડઘા પડયા હતા અને વાતાવરણ બગડેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.