ગ્લો ગાર્ડન, બાલનગરી, પ્રમુખસ્વામીની વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું
600 એકરમાં પથરાયેલા પ્રમુખ સ્વામી નગર 80,000 જેટલા સ્વયંસેવકો દિવસ અને રાત કરે છે મહેનત
પ્રમુખ સ્વામી નગરમાં આજે 600 એકરમાં પથરાયેલા વિશાળ વ્યવસ્થા વચ્ચે લાખો લોકોએ પ્રદર્શન સહિતની તમામ વસ્તુઓ નિહાળી લોકોના ચહેરા ઉપર એક અનોખો ભક્તિભાવ જો વા મળી રહ્યો હતો. કોઈપણ ગેટથી એન્ટ્રી થાય ત્યારે પ્રાથમીક સુવિધાથી સજ્જ છે. સમગ્ર નગરમાં જે અલગ અલગ પ્રકારના ફુલો છે એ સમગ્ર વિશ્વમાંથી એના બિયારણ લાવી અને અહીં તેને ઉછેરવામાં આવ્યા છે. વિશાળ નગરમાં બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ આકર્ષણના ભાગરૂપે અહીં એક બાળનગરી રાખવામાં આવી છે.
જેમાં બાળકો આનંદ-ઉલ્લાસ સાથે પવિત્ર વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા અને તેના વિશેની વાતો સાથે અલગ અલગ જ્ઞાન મેળવી રહ્યા છે. સૌથી મોટું આકર્ષણ અક્ષરધામ મંદિર પહેલા વાંસની સળીઓમાંથી બનાવવામાં આવેલ વિશાળ પ્રમુખસ્વામીની મૂર્તિ નજીકથી જુઓ તો પણ ખરેખર અદ્ભુત કહી શકાય એવી આ મૂર્તિના દર્શન છે. બપોરે બે વાગ્યા પછી કોમન જે લોકોને પ્રદર્શન નિહાળવું હોય નગરમાં આવવું હોય એના માટે ખુલ્લું રાખવા માંગે છે. 80,000 જેટલા સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનત અહીં સુંદર વ્યવસ્થામાં નજરે પડે છે.
લાખો લોકોની નગરમાં હાજરી હોવા છતાં ક્યાંય તમને ભીડ ન લાગે એ ખરેખર સુંદર આયોજનની નિશાની છે. અધ્યતન ટેકનોલોજી વિજ્ઞાન, ધર્મ અને ભક્તિનો સમન્વય એટલે આ પ્રમુખસ્વામી નગર જે અલગ અલગ પ્રકારના શો રાતના સંધ્યા પછી યોજવામાં આવે છે. સાંજે તેમાં લાઇટિંગ જોવા મળશે. ‘અબતક’ દ્વારા આજે લાઈવ કરવામાં આવશે. જેના સીધા દ્રશ્યો તમે જોઈ શકશો.
સવારના ભાગે મુખ્ય ગેટ વિશાળ પ્રમુખસ્વામીની મૂર્તિ વાંસની મૂર્તિ અક્ષરધામ તેના ફરતા અલગ-અલગ પ્રકારની ગણેશની મૂર્તિ બાળનગરી આટલું જીવન પ્રસારણ કરવામાં આવે બપોરના ભાગે વિવિધ પ્રદર્શનો અને અલગ-અલગ પ્રકારના જે ડોમ્સ છે ત્યાંથી પણ સીધા લાઈવ કરવામાં આવશે.