ભજનોના હરતા-ફરતા પુસ્તક સમાન હરેશદાન ગઢવી આજે શિવભક્તિ, કૃષ્ણભક્તિ સહિતની રજૂઆત કરશે
ભજન સંતવાણીની દુનિયા વિશાળ છે. ત્યારે અનેક સંતો અને ભજનીકોને લોકોએ સાંભળ્યા છે. પરંતુ અમુક એવા નામો પણ છે કે જે હજુ પણ લોકોના માનસપટલ પર કંડારેલા છે. એવુ જ એક નામ એટલે અમર નારાયાણ સ્વામી, અમર એટલે કે તેવોનું પાર્થિવ શરીર જ આપણી વચ્ચેથી ગયું છે. તેમનાં ભજનો, ગઝલો હજી પણ લોકપ્રીય છે. તેમના અમુક ભજનો જેવા કે કૈલાશ કે નિવાસી ભજન સહિતની અનેક ગઝલો હજુ પણ લોકોનાં માનસ પટલ પર જીવંત છે. ત્યારે ખાસ આજે ‘અબતક’ના ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં નારાયણ સ્વામીનાં વારસાને સાચવનાર તેમના પડછાયા સમાન કે જેઓને હરતુ ફરતુ ભજનનું પુસ્તક કહી શકાય તેવા હરેશદાન ગઢવીને સાંભળવાના છે.
જેઓને સાંભળવા પણ એક લ્હાવો છે. ખાસતો હરેશદાન ગઢવીએ પોતાનાં પિતાનો વારસો સાચળ્યો છે. તેઓને સાંભળતા નારાયણ સ્વામીને જ સાંભળતા હોઇએ તેવી અનુભુતી થાય છે. આ ઉપરાંત હરેશદાન ગઢવીના પુત્ર પણ ચારણોની ઓળખ સમા ચારણી સાહિત્યને છટા પૂર્વક પીરશે છે. જેને પણ લોકો ખૂબ જ સારી રીતે માણે છે. અને જ્ઞાન મેળવે છે.
ત્યારે હાલમાં નારાયણ સ્વામીનાં વારસાને તેમની પેઢીએ ખૂબજ સારી રીતે સાચળ્યો છે. ત્યારે આજે હરેશદાન ગઢવી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવ ભક્તિ, કૃષ્ણ ભક્તિ સહિતની રજૂઆતો કરવામા આવશે.
આજે હરેશદાન ગઢવીની મોજ
- ગાયક: હરેશદાન ગઢવી
- એન્કર: પ્રિત ગોસ્વામી
- કિબોડ: પ્રશાંત સરપદડીયા
- બેન્જો: બલદેવ નારોલા
- તબલા: સુભાષ ગોરી
- ઓકટોપેડ: કેયુર બુધ્ધદેવ
- કેમેરામેન: અભય ત્રિવેદી, દેવજી રંગાડિયા
- સંકલન: મયુર બુધ્ધદેવ
- સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા
આજે પુસ્તુત થનાર સુમધુર ગીતો…
- શંભુ શરણે પડી….
- કૈલાશ કે નિવાસી નમુ બાર બાર હુ…
- મોરલી વેરણ થઇ
- શુ પૂછોછો મુજને કે હુ શુ કરૂ છું..
- રામ ભજન…
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦