૨ ઓકટોબર એટલે, ગાંધીજયંતી અને આ દિવસે ખાસ કરીને તમામ સ્કૂલો તેમજ સંસ્થાઓ દ્વારા અલગ અલગ મેસેજ આપીને લોકોને ગાંધીજીના જીવન અને તેમના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવતી હોય છે.ત્યારે રાજકોટમાં આવેલી પરિશ્રમ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓએ એક અલગ મેસેજ લોકોને આપ્યો હતો.
જેમાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટીક પર પ્રતિબંધ આવે તે હેતુથી અલગ અલગ સુત્રો તૈયાર કરી અને તેના બોર્ડ બનાવી રાજકોટના રાજ માર્ગો પર ફર્યા હતા. અને લોકોમાં પ્લાસ્ટીકથી પર્યાવરણને શું નુકશાન થાય છે. અને આવનારા સમયમાં પ્લાસ્ટીકથી કેવો વિનાશ થઈ શકે તે સંદેશો પહોચાડયો હતો અને લોકો પ્લાસ્ટીકનો બહિષ્કાર કરે તે આશયથી લોકોને જાગૃતતા લાવવા સંદેશો પાઠવ્યો હતો.