Abtak Media Google News
  • શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા એરપોર્ટ ઓથોરિટીના ડિરેકટરને લેખીતમાં પુછાયા 11 સવાલો

હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થયું ત્યાંથી જ કંઈક ને કંઈક અજુગતુ બની રહયું છે. એરપોર્ટના તંત્રવાહકો પેસેન્જર્સને સુવિધા આપવામાં નિષ્ફળ રહયા છે. એટલું જ નહીં પરંતુ સલામતીનો અહેસાસ કરાવવામાં પણ નિષ્ફળ રહયાં છે. હિરાસર એરપોર્ટના બેદરકાર તંત્રના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટ બદનામ થઈ રહયું છે. હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બદનામ થઈ જતા મુસાફરો ફરી અમદાવાદ એરપોર્ટથી ટ્રાવેલ કરવા લાગ્યા છે, કેનોપી તુટી પડવાની ઘટના બીજી વખત બની છે, હવે ત્રીજી વખત ન બને તેની તકેદારી લેજો. શું એરપોર્ટનું બાં ધકામ   જ નબળુ થયુ છે ?   ને ’શનિવારે કેનોપી તુટી પડવાની દુર્ઘટના અંગ શું તપાસ કરાઈ ? કોની સામે પગલા લેવાયા ? તેની વિગતો જાહેર કરો. આવી દુર્ઘટના કેમ બની અને તે મામલે કોની જવાબદારી ફિકસ થાય છે તે  જનતાને જણાવશો તેવી શહેર કોંગ્રેસ દ્વારા માંગણી કરાય છે.

હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ડિરેકટરને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી   11 સવાલ પુછયા છે જેમાં  એરપોર્ટ ડિરેકટર દિગંત બોરા મુસાફરોના ફોન કેમ રિસિવ કરતા નથી, ફરિયાદ કોને કરવી ?.એરપોર્ટના જનરલ મેનેજર (એન્જીનીયરીંગ) મુસાફરોના ફોન કેમ ઉપાડતા નથી ? તેમને લગતી ફરિયાદ કોને કરવી ?, હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કેનોપી તુટી પડવાની ઘટના કેટલામી વખત બની ?હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટ અને વોશ બેસીનમાં અવાર-નવાર પાણી કેમ બંધ થઈ જાય છે ? કેનોપી તુટી જવાની દુર્ઘટનામાં કોની સામે શું પગલા લેવાયા ? ચોમાસાના ચાર મહિનામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્રની શું તૈયારી છે?, એરપોર્ટનો પ્રિ-મોન્સુન પ્લાન શું છે ? તેની વિગતો જાહેર કરો.એરપોર્ટ મુસાફરોની સલામતી માટેની એડવાઈઝરીનું પાલન કરે છે કે નહિ?  એરપોર્ટમાં જરૂરી સુવિધાઓ કેમ નથી ? તેનો ખુલાસો કરો.,  એરપોર્ટનું બાંધકામ કેમ નબળુ થયું છે ? એજન્સી સામે શું પગલા લીધા ?   હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું બીયુપી અને ફાયર એનઓસી છે કે નહિ? હોય તો વિગતો જાહેર કરો   આજે શહેર  કોંગ્રેસના આગેવાનો, જશવંતસિંહ ભટ્ટી, રાજદિપસિંહ જાડેજા ગોપાલભાઈ અનડકટ અને મેઘજીભાઈ રાઠોડ દ્વારા આવેદન આપવામાં આવ્યુંં હતુ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.