- કેસરિયા બ્રિગેડમાં અંદર ખાને ભયંકર નારાજગી: ભાજપને શું હાર્દિકની લોકપ્રિયતાની આવશ્યકતા છે? રોષ પૂર્ણ ચર્ચાઓ
- કોંગ્રેસનો સાત છોડનાર હાર્દિક પટેલે કેસરિયા કરી લીધા: શ્ર્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાયા: હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ વેળાએ મુખ્યમંત્રી ગેરહાજર પાટીલે કેસરિયો ખેસ પહેરાવી દીધો
એક સમયે વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત આખા ભાજપને બેફામ ભાંડનાર અને પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાતમાં લોકપ્રિયતાના શીખરો પર પહોચેલા હાર્દિક પટેલના કારણે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપે વષ 2016માં નેતૃત્વ પરિવર્તન કરવાની ફરજ પડી હતી તે હાર્દિકે આજે સત્તાવાર રીતે ભાજપનો કેસરિયો ખેસ કરી લીધો છે.હાર્દિકના કેસરિયા કોના માટે કમળ પુજા સાબિત થશે તે આગામી સમય જ બતાવશે પરંતુ વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા માટે રાત દિવસ જોયા વિના કાળી મજૂરી કરનારા કમળના સૈનિકોના નાકના ફેણા ચડી ગયા છે. જેના કારણે 2017 વિધાનસભામાં પરાજય થયો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હાર્યા તેવા હાર્દિકને સ્વિકારવા ભાજપના નેતાઓ કે કાર્યકરો તૈયાર નથી છતા પક્ષે તેને કેસરિયો ખેસ પહેરાવી દીધો છે.
વર્ષ 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન છેડી રાતોરાત યુવા નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલના કારણે સૌથી વધઉ નુકશાની ભાજપે વેઠવી પડી છે.2015ની સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનેભારે ખોટ વેઠવી પડી હતી. 2017 વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ ડબલ ડિઝીટમાં સમેટાય ગયો હતો. અને માંડ માંડ બહુમતી સુધી પહોચ્યો હતો.
હાર્દિકે વડાપ્રધાન, મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિત ભાજપના તમામ નેતાઓને બેફામ ભાંડયા હતા હાર્દિકની લોકપ્રિયતાનો લાભ લેવા માટે એક સમયે રાજકીય પાર્ટીઓની લાઈનો લાગતી હતી.કોંગ્રેસે મેદાન મારી રાહુલ ગાંધીએહાર્દિકને ખેસ પહેરાવી દીધો હતો.પક્ષ પ્રત્યે કોઈ સમર્પણ ન હોવા છતાં માત્રને માત્ર લોકપ્રિયતાના આધારે તેને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ જેવી મોટુ પદ આપી દેવામાં આવ્યું હતુ. જોકે આ સિકકો ન ચાલતા કોંગ્રેસે હાર્દિકને કદ મુજબ વેતરવાનું શરૂ કર્યું. કાર્યકારી પ્રમુખ છતા મહત્વ ન અપાતા અંતે હાર્દિકે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો.હાર્દિક નામની આંધીના કારણે વર્ષ 2016માં ભાજપે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાની ફરજ પડી. આનંદીબેન પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું આપવાની ફરજ પડી હતી અને મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીની નિયુકતી કરવામાં આવી હતી. 2017ની ચૂંટણીમાં પણ હાર્દિકના કારણે ભાજપને પારાવાર નુકશાની વેઠવી પડી છેલ્લી પાંચ ચૂંટણીથી સતત બેતૃત્યાંશ જેટલી બેઠકો જીતનાર ભાજપ 99 બેઠકો પર સમેટાય ગયું અને બહુમતીથી માત્ર 8 બેઠકો વધુ મળી.
એક દિવસ માટે પણ ભાજપને ભાંડવામાં બાકી ન રાખનાર હાર્દિક માટે શા માટે લાલજાજમ બિછાવવામાં આવી તે કાર્યકરોને સમજાતુ નથી. હાલ પક્ષ કોઈપણ ચૂંટણી મોદીના નામે ભાજપ લડે છે. અને જીતે પણ છે ગુજરાતમાં કોઈપણ એવો ઈશ્યુ નથી કે ભાજપને નુકશાની વેઠવી પડે કે સત્તા હાથમાંથી જતી રહે. રાજયમાં ભાજપ દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યું છે. છતા હાર્દિકને શા માટે કેસરિયો ખેસ પહેરાવવામાં આવે છષ તેજવાબ માંગી લેતો સવાલ છે.
હાર્દિકના આંદોલનના કારણે વર્ષ 2002 બાદ દોઢ દાયકા પછી ગુજરાત પર તોફાનની કાળી ટીલી લાગી, સરકારી મિલકતોને નુકશાની થઈ, લોકોના ઘર અને દુકાનો સળગ્યા, કેટલીક માતાઓએ પોતાના પુત્ર, પત્નીએ પતિ, બહેનોએ પોતાના વિરા અને સંતાનોએ પોતાના પિતા ગુમાવ્યા તે હાર્દિક ગુજરાતના અન્ય સમાજમાં એક અપ્રિય ચહેરો છે. પાટીદાર સમાજ પણ હાર્દિકની સ્વાર્થી કાર્યકારીણીથી નારાજ થયો છે.ભાજપને હાર્દિકની કોઈ જરૂર નથી. પણ હાર્દિકને પોતાની રાજનીતિ ટકાવી રાખવા કમળપુજા કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.
હાર્દિકનો ભાજપ પ્રવેશ કોના માટે ઘાતક સાબિત થશે તે સમય જ બતાવશે પરંતુ એક વાત ફાઈનલ છે કે હાર્દિકનો ભાજપમાં એન્ટ્રીથી પાયાના કાર્યકરોમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે. કાળી મજૂરી કર્યા બાદ પક્ષ દ્વારા ટીકીટ આપવામાં આવી જેના પાપે ટિકિટ મળવા છતા પરાજયનું મોઢુ જોવુ પડયુ તેને હવે કેવી રીતે આવકારવો તેવો સવાલ ભાજપના નેતાઓના મનમાં ધુમરે ચડયો છે.
હાર્દિક જેવા નેતાઓ રાજકીય પક્ષો માટે નહી પરંતુ સમાજ માટે પણ ઘાતક સાબીત થતા હોય છે.તેના કારણે આજે પાટીદાર સમાજમાં જ બે ફાંટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેની બેફામ ઠેકડી ઉડાવવામાં આવી રહી છે.
હવે નરેશભાઇ પટેલ પોતાનું સ્ટેન્ડ કિલપર કરશે કે ?
ખોડલધામના પ્રમુખ અને સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા નરેશભાઇ પટેલ ત્રણ મહિના પૂર્વે રાજકારણમાં સક્રિય થવાની વાત કરી ચૂકયા છે. ગામડે ગામડે સર્વ શરુ કરાવ્યો છે કયાં પક્ષમાં જોડાશે? અને કયારે જોડાશે તેની મુદત પાડવામાં આવી રહી છે. હવે હાર્દિક પટેલે કેસરિયા કરી લીધા છે. ત્યારે નરેશભાઇ પોતાનું સ્ટેન્ડ કિલયર કરશે કે તલવાર ફરી એકવાર મ્યાન કરી દેશે તેના પર સર્વની મીટ મંડાયેલી છે રાજયમાં વસ્તીની દ્રષ્ટિએ વિશાળ એવો પાટીદાર સમાજ બે ભાગમાં વહેંચાય ગયો હોય તેવું લાગી રહ્યો છે. નેતાઓમાં વિશ્ર્વાસનો અભાવ અને સમાજ પક્ષેની પ્રતિબઘ્ધતા ઓછી હોવાના કારણે સમાજને બહુ ફાયદો થતો નથી ગુજરાત વિધાન સભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે નરેશભાઇએ પોતાનું રાજકીય સ્ટેન્ડ કિલયર કરી દેવું જોઇએ.
જ્ઞાતિવાદનો વાડો ઉભો કરતા હાર્દિકે લોકપ્રિયતા ગુમાવી
અનામતના કારણે સવર્ણોને આજીવન અન્યાય સહન કરવો પડે છે. અનામત નાબૂદી માટે આંદોલન છેડનાર હાર્દિક પટેલ થોડા સમયે જ આડે પાટે ચઢી ગયો. અને ફકત પાટીદાર સમાજ માટે અનામતની માંગણી સાથે ગુજરાતભરમાં આંદોલન છેડયું હતું. એક સમયે યુવાનોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હાર્દિક જ્ઞાતિવાદના વાડા ઉભા કરતા હવે તેની લોકપ્રિયતા તળીયે બેસી ગઇ હતી. એક સમયે જેની જાહેરસભામાં હજારોની મેદની એકત્રીત થતી હતી. તેની સભામાં હવે કોઇ કરફતુ નથી. જેટલી ઝડપથી હાર્દિક ઉંચાઇએ પહોચ્યો હતો તેની ડબલ ઝડપથી નીચે પટકાયો હાર્દિક નામનો સિકકો ન ઉપડતા કોંગ્રેસે ફેંકી દીધો એવો માહોલ ઉભો કર્યો કે, ખૂદ હાર્દિક પંજાનો સાથ છોડી દેવો પડયો હવે તે ભાજપમાં આવી ગયો છે પણ કેવું માન પાન મળશે તે સમ જ બતાવશે.
ડખ્ખાના ઘર હાર્દિક અને શ્ર્વેતા અલગ-અલગ સમયે ભાજપમાં જોડાયા
એક સમયે કોંગ્રેસમાં જેના નામના સિક્કા પડતા હતા. તેવા નેતાઓ આજે ભાજપમાં જોડાઇ ગયા છે. સામાન્ય રિતે જ્યારે બે નેતાઓ જોડાવાના હોય ત્યારે એક સમય નિધાર્રિત કરવામાં આવતો હોય છે પરંતુ ભાજપની મજબૂરી ગણો કે રણનીતી આજે હાર્દિક પટેલ અને શ્ર્વેતા પટેલને કેસરિયો ખેસ પહેરાવવા માટે બે અલગ-અલગ સમય નિર્ધારિત કરાયા હતા. સવારે 11 કલાકે કમલમ ખાતે હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે બપોરે 12 કલાકે શ્ર્વેતા બ્રહ્મભટ્ટને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. આ બન્ને નેતાઓને ઉભુ પણ ભડતુ નથી. જો બંને એક સાથે ભાજપમાં આવે અને પ્રવેશ ટાકણે જ ચકમક ઝરે તો નવો ઇશ્યુ ઉભો થાય તેને ધ્યાનમાં રાખતા ભાજપે બન્નેને અલગ-અલગ સમયે આવકાર્યા હતા.
પીએમ મોદીના નેતૃત્વમાં નાનો સિપાઇ બની કામ કરીશ: હાર્દિક પટેલનું ટવીટ
એક સમયે ભાજપને બેફામ ભાઁડનાર હાર્દિક પટેલે આજે પોતાની રાજકીય કારર્કીદીની ત્રીજી ઇનીંગની શરુઆત કરી છે થોડા સમય પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડનાર હાર્દિકે આજે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આ પૂર્વ તેઓએ એક ટવીટ કરતા જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં નાનો સિપાઇ બની કામ કરીશ. ભાજપના પ્રવેશ પૂર્વે હાર્દિક પોતાના નિવાસસ્થાને પત્નીની સાથે દુર્ગા પુજી કરી હતી. ત્યારબાદ તેઓ એસજીવીપી ખાતે ગયા હતા જયાં તેઓએ ગૌ પુજન પણ કર્યુ હતું. હાર્દિકના ભાજપ પ્રવેશથી કોને કેટલો ફાયદો કે નુકશાન થશે તે આગામી સમય જ બતાવશે.દરમિયાન તેઓએ મીડિયા સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતુ કે હવે દર દશ દિવસે કોંગ્રેસના કોઈ એક મોટાનેતા ભાજપમાં જોડાશે ભાજપમાં જોડાઈ તે નેતાની માફક નહી કાર્યકતાની માફક કામ કરશે. વડાપ્રધાનના સેવા યજ્ઞમાં હું એક ખિસકોલી બનીને કામ કરીશ.
ભાજપ હાર્દિકને ટિકીટ આપશે કે કાળી મજુરી કરાવશે?
ભાજપ ખુબ જ શિસ્ત બઘ્ધ પાર્ટી છે. અને કોર્પોરેટ કંપનીની માફક કામ કરવા માટે જાણીતી છે. પક્ષનો સાથ છોડી દેનાર કે પક્ષને બેફામ ભાંડનારાઓ જયારે ભાજપમાં જોડાઇ ત્યારે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની ભાજપ પાસે બહુ જ સારી એવી ફાવટ છે. તેના કારણે બે દાયકાઓ બાદ ગુજરાતમાં તોફાનો થયા ભાજપે નેતૃત્વ પરિવર્તન કરવાની ફરજ પડી ચૂંટણીમાં પારાવાર નુકશાની વેઠવી પડી.તેવા હાર્દિક માટે આજે ભાજપ દ્વારા લાલ જાજમ ચોકકસ બિછાવવામાં આવી છે. પરંતુ હવે લોકપ્રિયતામાં તળીયે બેસીગયેલા હાર્દિકને ભાજપ વિધાનસભાની ચુંટણીની ટિકીટ આપશે કે પછી ચુંટણીમાં સ્ટાર પ્રચારક બનાવી માત્ર કાળી મજુરી કરાવશે.