ભરત પટેલ સામે આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ
પાસના ક્ધવીનર હાર્દિક પટેલે વિરમગામમાં એક લગ્ન સમારંભમાં ફાયરીંગ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાબતે પોલીસે તપાસ પણ શ‚ કરી છે. આ બાબતે પોલીસ અધિકારી વિશ્ર્વરાજસિંહ જાડેજાએ કહ્યુ હતું કે, હાર્દિક પટેલે જે બંદુકમાંી ફાયરીંગ કર્યું હતું તે બંદુક તેના પિતા ભરત પટેલના નામે નોંધાઈ છે.
પોલીસે તપાસમાં વિગતો બહાર આવ્યા બાદ ભરત પટેલ સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી આગળ ધપાવી છે. આ કેસમાં અન્ય ૮ શખ્સો સામે પણ તપાસ ચાલી રહી છે. હાર્દિક પટેલનો એક વિડિયો પણ પોલીસ સમક્ષ મુકવામાં આવ્યો હતો. જેમાં હાર્દિક સહિત પાસના સભ્યો લગ્નમાં ફાયરીંગ કરી રહ્યાં હોવાનું નજરે પડતું હતું. આ લગ્ન હાર્દિક પટેલના સંબંધીના હતા.
હાલમાં હાર્દિક પટેલ અમદાવાદ અને સુરતમાં ચાલતા કેસમાં જામીન ઉપર છે. તેમાં વધુ એક ગુનો નોંધાતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો યો છે. કારણ કે, આર્મ્સ એકટના ગુનામાં હાર્દિક પટેલ સહિતના ૮ સભ્યો સામે કાર્યવાહી શ‚ ઈ છે. તો બીજી તરફ હાર્દિક પટેલના પિતાના નામે બંદુક હોવાી તેના ઉપર પણ તપાસ શ‚ કરવામાં આવી છે.