રૂપાણી સરકારે ખેડુતોને પાકવીમાની લોલીપોપ પકડાવી: હાર્દિકના આકરા પ્રહારો
જામકંડોરણા તાલુકાના બાલાપર ગામે ચાલતી શિવપુરાણના પૂર્ણાવૃતિ પ્રસંગે હાજરી આપવા આવેલા પાટીદાર યુવાને સરકારને આડે હાથે લીધી હતી અને પાટીદારો બાદ રાજય મુખ્યમંત્રીએ ખેડુતોને પણ વીમા‚પી લોલીપોપ આપી ગુમરાહ કરવાના પ્રયાસને હળવાશથી ન લેવા ઉપસ્થિત મેદનીને હુંકાર કરેલ હતો.
બાલાપર ગામમાં છેલ્લા ૩૬ વર્ષ થયા ગામના વડીલ દ્વારા આખો શ્રાવણ માસ શિવપુરાણ કરવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ ઉપસ્થિત રહી ૫ હજાર મેદની સમક્ષ જણાવેલ કે ગુજરાતમાં ભાજપની સરકારે તમામ વર્ગના લોકોને કોઈને કોઈ રીતે ગુમરાહ કરાવે છે. સમાજ-સમાજ વચ્ચે ભાઈચારાનો વ્યવહાર આ સરકારને સ્વિકાર્ય નથી. આ સરકાર તમે અને હું બંને સમાજો…જ્ઞાતીઓ…ધર્મો સામ-સામે લડતા રહે તેમા રસ છે. વધુમાં હાર્દિક પટેલે જણાવેલ કે અમો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષ થયા અનામત આપવાની માંગ સાથે આંદોલનો ચલાવીએ છીએ.
આ સમય દરમ્યાન સરકારે સામ-દામ બધુ અજમાવી લીધુ. અંતે સરકાર હારીને પાટીદાર સમાજને અનામતની લોલીપોપ આપી દેતી પણ સત્યનો જય હોય છે તેમ સુપ્રીમ કોર્ટે આ અનામત સરકાર દ્વારા બંધારણ વિરુઘ્ધ આપી છે. તેમ કહીને રદ કરી થોડાક દિવસો પહેલા રાજયના મુખ્યમંત્રી આ તાલુકામાં આવી ખેડૂતોને સાતમ પહેલા પાકવીમો મળી જશે તેવું મિડિયા સમક્ષ જણાવેલ. હાલ સાતમને બદલે અમાસ જતી રહી છે જો એક રાજયના જવાબદાર મુખ્યમંત્રી આવુ બોલી તે ખેડુતોને પાકવિમો ન આપી શકતા હોય તો આનાથી વધુ ખેડુતોનું અપમાન કર્યું હોય. સૌરાષ્ટ્ર પાસના ક્ધવીનર લલીતભાઈ વસોયાએ જણાવેલ કે ખેડુતો તમો તમારા ખેતીમાં દર વર્ષ કે ૫-૧૦ વર્ષ પાક બદલી કરો તેમ હવે આવનારા દિવસોમાં જયારે મતદાન કરો ત્યારે મત બદલી કરજો નહિતર પાક નિષ્ફળ જશે. ગામનો વિકાસ નિષ્ફળ જશે. જયારે પાસના અગ્રણી દિનેશ બાંભણીયાએ પોતાની આગવી શૈલીમાં ભાજપના આગેવાનો ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવેલ કે નોટબંધીમાં નોટો ખેડુતોના નામે બદલી ગઈ તેના જવાબો ખેડુતો આજે આપી રહ્યા છે. તેમ થોડાક મહિના પહેલા તુવેરદાળ અને મગફળીની ખરીદી સરકારે ટેકાના ભાવે કરી તેમાં તમારા નામે આ ચાખલાઓ અને તેના મળતીયાઓ તમારા નામે ઘુસાડી દઈ કરોડો ‚પિયા કમાઈ લીધા હવે જયારે વીમાના આંકડા આવે ત્યારે ખેડુતોને ખબર પડશે. ઓણસાલ વીમો કેમ ઓછો આવ્યો કારણકે મારા-તમારા નામે મગફળી અને તુવેરની ખરીદી કરી સરકારને ઉત્પાદનના આંકડા ઉંચા બતાવી વિકાસની વાત કરેલ. ઉપલેટાના સાજડીયાળી ગામમાં રીતસર ભાજપના મળતીયાએ તુવેર ખરીદીમાં ખેડુતો પાસેથી મણ દીઠ ‚ા.૧૦૦ કમિશન લઈ ખરીદી કરેલ. જયારે સરકારને ખબર પડી ત્યારે આ ખરીદી બંધ કરવાનો આદેશ આપવામાં આવેલો. આમ આ ભાજપની સરકારે ખેડુતો તેમજ અન્ય સમાજને કોઈના કોઈ ‚પી પાયમાલ કરવામાં કાઈ બાકી નથી રાખ્યું. આ કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ ભોજલએ કરેલ હતું.
ગઈકાલે જામકંડોરણા વિસ્તારના પ્રવાસ દરમ્યાન હાર્દિક પટેલ ચિત્રાવડ, બાલાગામ, ખજુરડા, લોહાયા ગામે પ્રવાસ દરમ્યાન જે મંદિરો આવ્યા તેમાં પુજા-અર્ચન કરેલ અને ગામના વડિલો હાર પહેરાવા આવતા આ તમામ વડિલોને હાર્દિક પોતે હાર પહેરાવી પગે લાગતા વડિલો ભાવુક બની ગયા હતા.