લલીત, નિલેશ, મનોજ, દિલીપ, વ‚ણ સહિત પાસની ટીમ હાજર રહેશે: ભાયાવદરની વિવિધ સંસ્થા દ્વારા હાર્દિકનું સન્માન કરાશે
પાટીદાર સમાજ માટે અનામતની મકકમ માંગ સાથે આગળ વધી રહેલા હાર્દિક પટેલ આવતીકાલે બપોર બાદ ભાયાવદરમાં ભવ્ય રોડ શો અને જાહેરસભા ગજાવશે. રાજયની ભાજપ સરકાર સામે છેલ્લી બે વર્ષ થયા શામ, દામ, દંડ સહિતની નીતિ-રીતિ મકકમ પડે લડી પાટીદાર સમાજને અનામત કોઈપણ ભોગે અપાવવાના સંકલ્પ સાથે મેદાનમાં પડેલા પાટીદાર નવ યુવાન હાર્દિક પટેલ આવતીકાલે સૌરાષ્ટ્રમાં પાસનું એપી સેન્ટર ગણાતું ભાયાવદર ગામે આવી રહ્યા છે. ભાયાવદર ગામમાં ભવ્ય રોડ શો અને વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સાથે સૌરાષ્ટ્ર પાસના ક્ધવીનર લલિત વસોયા, નિલેશ ચંદ્રવાડીયા, મનોજ પનારા, દિલીપ સાંભવા, વ‚ણ પટેલ, બ્રિજેશ પટેલ, જતિન ભાલોડિયા જીલ્લા મહિલા પાસના ક્ધવીનર રેખા સિણોજીયા સહિતની ટીમ ભાયાવદર ગામને ધમરોળશે.
આ અંગે માહિતી આપતા જીલ્લા પાસના ક્ધવીનર અને ભાયાવદર પાસના અગ્રણી નયન જીવાણીએ જણાવેલ કે કાલે સવારે હાર્દિક પટેલ અમદાવાદ, સુરેન્દ્રનગર, લીંબડી થઈ રાજકોટ ટુકુ રોકાણ કરી મોટર માર્ગ ધોરાજી આવી ત્યાંથી સીધા ભાયાવદર જાગનાથ મંદિરે ભવ્યાતી ભવ્ય કળશધારી બાળવો કુમ કુમ તિલક કરી સ્વાગત કરશે. ત્યાંથી ભવ્ય રોડ શોમાં મોટર તેમજ જંગી બાઈકનો કાફલો મેઈન બજાર થઈ સરદાર ચોકમાં આવી ત્યાં સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરશે. રોડ-શો બાદ પડવલા રોડ ઉપર આવેલ પટેલ નગરના ગ્રાઉન્ડમાં જંગી જાહેર સભા સંબોધશે. આ તકે હાર્દિક પટેલનું ભાયાવદરની મોટાભાગની વિવિધ સામાજીક સંસ્થાઓ તેમનું અદકે‚ સન્માન કરશે.