હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડી જતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યા બાદ તેને સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવી રહ્યો હતો. હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી.
Ahmedabad: PAAS leader Hardik Patel has been taken to hospital following a deterioration in his health. He is on an indefinite hunger strike since 13 days, demanding reservations for Patidar community and loan waiver for farmers. #Gujarat pic.twitter.com/CNzGy7Z1Bu
— ANI (@ANI) September 7, 2018
હાલ તેને આઈસીયુ ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો, હોસ્પિટલના 6 માળે હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતાં. હાર્દિકને હોસ્પિટલ ખસેડાતા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ હાઈ એલર્ટ કરી દેવાઈ છે.
अनिश्चितकालीन उपवास आंदोलन के चौदवें दिन आज मेरी तबीयत बिगड़ने की वजह से मुझे अहमदाबाद की सोला सरकारी अस्पताल में भर्ती किया है।श्वास लेने में तकलीफ हो रही है और किडनी पर नुकसान बता रहे हैं।अभी तक भाजपा वाले किसान और समुदाय की माँग को लेकर तैयार नहीं हैं। pic.twitter.com/HyF9sppH0h
— Hardik Patel (@HardikPatel_) September 7, 2018