હાર્દિક પટેલના પારણામાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યુ હતું કે, હાર્દિક પટેલે સમાજના અગ્રણીઓની વાત માનીને સારું કર્યું છે. હાર્દિક હશે તો બધુ થશે. હાર્દિક પટેલના પારણા કરવવા 6 સંસ્થાઓના અગ્રણીઓ સ્ટેજ પર પહોચી ગયા હતા. હાર્દિકે અનામતના આંદોલનની સફેદ ટોપી ધારણ કરી દીધી છે. આ સિવાય સ્ટેજ પર ખોડલધામના નરેશ પટેલ, સીકે પટેલ, મગન પટેલ, રવજી પટેલ, રમેશ પટેલ, રોહિત પટેલ, અને ઉમાંધામના પ્રહલાદ પટેલ પહોચી ગયા છે.
હાર્દિકે ખોડલધામના નરેશ પટેલ, ઉમિયાધામના પ્રહલાદ પટેલ, અને સીકે પટેલના હસ્તે સાદું પાણી, લીંબુ પાણી, અને નારિયેળ પાણી પીને ધારણા કર્યા. આ દરમિયાન હાર્દિકે કહ્યું કે હું ઝુકીસ તો સમાજ સામે સરકાર સામે નહીં..
આ ઉપરાંત સ્ટેજ પર અગ્રણીઓએ જય પાટીદાર, જય સરદારના નારા લગાવી સંબોધનની શરૂઆત કરી હતી.