પાટીદાર સમાજને અનામતમાં સમાવેશ કરાવવા ઘણા આંદોલનો થઇ રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત ચળવળનાં આગેવાન અને પાસના ક્ધવીનર એવા હાર્દિક પટેલ અને તેના સાથીદાર દિનેશ બાંભણિયાની સામે પાટણની એક હોટેલમાં હલ્લો મચાવવા લુંટ કરવા અને મારપીટ કરવા બદલ પટેલ સમાજના જ નરેન્દ્ર પટેલએ FIR નોંધાવી છે ત્યારે આ FIR ને રદ કરવા પાસનાં ક્ધવીનર હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ બાબતે પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પાટીદાર નેતાઓની ૨૬ ઓગષ્ટ અને હાર્દિકની ૨૮ ઓગષ્ટએ આણંદ નજીકથી તેમજ બાંભણિયાની રાજકોટથી એ જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. તેમજ પોલીસે બધાને ૧૦ દિવસનાં રિમાન્ડ પર લઇને ઘટના અંગે પુછપરછ શ‚ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના જ નરેન્દ્ર પટેલે આ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી. અને પછી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણ કરી આ બાબતે એફીડેવીટ નોંધાવી પારિવારિક મુદ્ો સમજ અંગત રીતે સુલઝાવી લેવાનું પણ કહ્યું હતું.
તો આ બાબતે હાર્દિક અને બાંભણિયાનો દાવો છે કે તેમનાં વિ‚ધ્ધની આ ફરિયાદ ખોટી રીતે અને ખોટા કેસનાં બેઝીઝ પર કરાઇ છે જેના અનુસંધાને હાઇ કોર્ટમાં બંને આરોપીઓએFIR રદ કરવાની અપીલ કરી છે તો બીજી બાજુ રાજ્ય સરકાર આ બાબતે આરોપીઓ ઉપર માત્ર મારકુટ અને લુંટ જ નહિં પરંતુ અન્ય ચાર્જીસ જેવા કે ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કરવા, અને હુલ્લડ કરવાનો દાખલ કરવાનું પણ વિચારો રહી છે. હાર્દીકનું એ પણ કહેવુ છે કે આ એક કાવતરુ છે જેમાં અમારા વિરુધ્ધ ગુના દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. જેમાં નરેન્દ્ર પટેલને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ કેસ બાબતે હજુ સુધી સુનવણીની તારીખ જાહેર કરવામાં આવી નથી.