૨૫ હજાર વોટ્સએપ ગ્રુપ, ૫ હજાર ફેસબુક એકાઉન્ટ અને ૧ હજાર ટ્વીટર એકાઉન્ટથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાશે.
પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ સરકાર સામે લડવા સોશ્યલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરવા તૈયારી શ‚ કરી છે. આંદોલન અગાઉ હાર્દિક પટેલ સરદાર પટેલ ગ્રુપના સોશ્યલ મીડિયા મેનેજર તરીકે જવાબદારી નિભાવી ચૂકયો છે. ત્યારે હવે ફરી એક વખત સોશ્યલ મીડિયાના ઉપયોગથી અનામતની માંગ તેજ કરવા માટે કવાયત આદરી છે.
હાર્દિકે સોશ્યલ મીડિયા બાબતે કહ્યું હતું કે, આગામી સમયમાં કુલ ૨૫ હજાર વોટ્સએપ ગ્રુપ અને ૫ હજાર ફેસબુક એકાઉન્ટ, ૨૦૦૦ ફેસબુક પેઈઝ તેમજ ૧૦૦૦ ટવીટ્ર એકાઉન્ટ બનાવવામાં આવશે. જેના દ્વારા ગુજરાતના લોકોને સાચી માહિતી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવશે. વધુમાં સોશ્યલ મીડિયા ઉપર કામ કરતા કાર્યકરો તમામ જુઠાણાને ઉઘાડા પાડવા માટે સતત કાર્યરત રહેશે. આ કામગીરીમાં જીએસટી, નોટબંધી, સૌની યોજના વગેરે પાછળના સત્યને ખુલ્લા પાડવામાં આવશે.
બીજી તરફ હાર્દિક પટેલે ચૂંટણી બાબતે કહ્યું હતું કે, અત્યારે ચૂંટણીમાં ઉતરવાનો તેનો કોઈ વિચાર નથી. શંકરસિંહ વાઘેલાએ રાજીનામુ આપતા ચર્ચા શ‚ થઈ હતી કે, તેઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના યુવાનો સાથે મળીને નવો પક્ષ રચવાના છે. જો કે હાર્દિકની આ સ્પષ્ટતાથી ચર્ચાનો અંત આવ્યો છે.