કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખ માંડવીયા અને પુરૂષોતમ રૂપાલાની ઉ5સ્થિતિમાં ભાજપમાં જોડાશે શકિત પ્રદર્શન માટે વિશાળ જન સભા યોજાશે
પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાતના રાજકારણમાં જેનો ઉદય થયો હતો તે હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. પોતાની રાજકીય કારકિર્દીને અકાળે આથમતી બચાવવા માટે હાર્દિક પાસે કોઇપણ રાજકીય પાર્ટીનો ખેસ ધારણ કરવો ફરજીયાત બની ગયો છે. કોંગ્રેસનો ખેસ ઉતાર્યા બાદ જે રીતે હાર્દિક પટેલ ભાજપના બે મોઢે વખાણ કરી રહ્યા છે તે જોતા એક વાત નિશ્ર્ચીત માનવામાં આવી રહી છે કે તેઓ ગમે ત્યારે કેસરિયા કરશે.
આવતા સપ્તાહે સંભવત: 30મી મે ના રોજ હાર્દિક પટેલ શકિત પ્રદર્શન સાથે કેસરિયા કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા અને ડો. મનસુખભાઇ માંડવીયાની વિશેષ ઉ5સ્થિતિમાં ભાજપમાં જોડાઇ જશે. જો કે આ અંગે હજી સુધી હાર્દિક પટેલ કે ભાજપ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અગાઉ એવું કહેવામાં આવતું હતું કે, ર8મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પીએમના હસ્તે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે પરંતુ આવું શકય બની શકતુ નથી.
કારણ કે ભાજપ હાર્દિકને બહુ મહત્વ આપવા માંગતુ નથી. જો પી.એમ.ના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરે તો તેનું કદ આપો આપ વધી જાય આવામાં હાર્દિકને માપમાં રાખવા ભાજપ ઇચ્છી રહ્યું છે. બીજી તરફ ભાજપનું એક જુથ હાર્દિક પટેલની પક્ષમાં અતિથી એન્ટ્રીથી નારાજ થાય તેવી ચિંતા પણ પક્ષને સતાવી રહી છે. કારણ કે વર્ષ 2015માં સ્થાનીક સ્વરાજયની ચુંટણી અને વર્ષ 2017માં વિધાન સભાની ચુંટણીમાં હાર્દિકના કારણે પરાજય વેઠનારાઓ હાર્દિકને આવકારવા તૈયાર નથી.