હાર્દિક પટેલે કોંગ્રેસ છોડતા : Twitter પર memesનું પૂર, હસવા પર મજબૂર થઈ જશો
હાર્દિક ભાજપનો વિરોધ કરવાના નામે કોંગ્રેસમાં જોડાયો હતો અને દાવો કર્યો હતો કે તે ક્યારેય પાર્ટી નહીં છોડે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના લગભગ છ મહિના પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીથી નારાજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા તેમના આ પગલાને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. હાર્દિક ભાજપનો વિરોધ કરવાના નામે કોંગ્રેસમાં જોડાયો હતો અને દાવો કર્યો હતો કે તે ક્યારેય પાર્ટી નહીં છોડે. હવે સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં તેમને જૂની વાતો યાદ અપાવવામાં આવી રહી છે.
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડતા અનેક મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં મીમ્સ જોતા લોકો હસવા મજબુર થઈ જશે.
હાર્દિક પટેલે ૨૦૧૫ માં પાટીદાર અનામત આંદોલનમાં મજબુત પ્રભુત્વ સંભાળ્યું હતું. અને તૈયાર બાદ ૨૦૧૯માં સરકારનો વિરોધ કરવા માટે કોંગ્રેસમાં જોડાયા હતા અને સતત ભાજપ સરકાર પર અનેક મુદાને લઈને પ્રહારો કરતા જોવા મળ્યા હતા. ત્યારે આજે ભાજપનો કેસરિયો ધારણ કરતા હાર્દિક પર અનેક પ્રહારો રૂપી મીમ્સ વાયરલ થયા છે.
સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા જુના ટવીટ પણ ફરી મૂકી પ્રહારો કરવામાં આવી રહ્યા છે.