હાર્દિક પટેલના જોડાવા અંગે ભાજપ દ્વારા હજુ સુધી નથી કરાઇ કોઇ સત્તાવાર ઘોષણા: સીએમ ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરશે
હાર્દિક પટેલ આગામી ગુરુવારના રોજ બપોરે 1ર કલાક અને 39 મીનીટના શુભ વિજય મુહુર્ત ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલની ઉ5સ્થિતિમાં હાર્દિક ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેશે.
2015માં પાટીદાર અનામત આંદોલન છેડી રાજયમાં એક યુવા નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલને કોંગ્રેસ કાર્યકારી પ્રદેશ અઘ્યક્ષ બનાવ્યા હતા. જો કે હાર્દિકની લોકપ્રિયતાનો લાભ પક્ષને ન મળતા હાર્દિક કોંગ્રેસમાં કદ મુજબ વેતરાયા લાગ્યા હતા દરમિયાન તાજેતરમાં તેઓએ કોંગ્રેસના પ્રાથમીક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસનો સાથ છોડી દેનાર હાર્દિક ભાજપમાં જોડાશે હવે એવી વાતો ચાલી રહી છે કે આગામી ગુરુવારે હાર્દિક ભાજપમાં સત્તાવાર રીતે જોડાઇ જશે.
જો કે આ અંગે ભાજપ દ્વારા કોઇ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી કે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જો કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા હોવાની અટકળો ચાલી રહી છે જેમાં મુદત ઉપર મુદત પડી રહી છે. અગાઉ 30મી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલતી હતી. હવે આગામી બીજી જુને હાર્દિક ના કેસરિયાની વાત ચાલી રહી છે.
જો કે આ વાત માત્રને માત્ર સૂત્રો દ્વારા વહેતી કરવામાં આવી છે. ભાજપ કે હાર્દિક દ્વારા કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનના કારણે વર્ષ-2015 ની સ્થાનીક સ્વરાજયની ચૂંટણી અને વર્ષ 2017 ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપે મોટી નુકશાની વેઠવી પડી હતી. હાર્દિકે પોતાના એક એક ભાષણમાં ભાજપના માંધાતા નેતાઓને પણ બેફામ ભાંડયા હતા. એક સમયે ભાજપને ગાળો દેનાર હાર્દિક માટે હવે ભાજપ જ લાલ જાજમ બિરછાવવામાં આવી હતી. છે. જેના કારણે ભાજપનું એક જુથ ભાજપની એન્ટ્રીની ભારોભાર નારાજ હોવાની વાતો ચાલી રહી છે. જો હાર્દિક ભાજપમાં જોડાશે તો પક્ષમાં પુણ્ય પ્રકોપ ફાટી નીકળશે તે વાત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.
પક્ષમાં હાર્દિકની એન્ટ્રીથી ધમાસાણ ફાટી નીકળે તેવી ભભૂકતી દહેશતના કારણે હાર્દિકના કેસરિયા કરવામાં મુદત ઉપર મુદત પડી રહી છે.
હાર્દિક પટેલ આગામી બીજી જુને બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની ઉ5સ્થિતિમાં ભાજપમાં જોડાઇ તે વાત અંદર ખાને ફાઇનલ મનાઇ રહી છે. અને ભાજપમાં જોડાયા બાદ સોમનાથથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી તે યાત્રા કાઢશે પરંતુ આ અંગે ભાજપ કે હાર્દિક દ્વારા કોઇ જ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી.
હાર્દિક પટેલ સાથે તેના સમર્થકો પણ આગામી દિવસો ભાજપમાં જોડાઇ તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. અદાલત દ્વારા હાર્દિકને ચૂંટણી લડવા માટે હવે લીલીઝંડી આપવામાં આવી હોય તે કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ વિધાનસભાની ચૂંટણી પણ લડશે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. હાર્દિકનો ભાજપ પ્રવેશ કોના માટે ફાયદાકારક નિવડશે તે આગામી સમય જ બતાવશે.