હાર્દિક પટેલ પર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહનો કેસ લગાવામાં આવ્યો હતો. જેને લઈ તે કોર્ટની મંજૂરી વગર ગુજરાત બહાર જઈ શકે નહીં. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજ્ય બહાર જવાની મંજૂરી માંગતી અરજી કરી હતી. આ અરજી પર હાર્દિક પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટે દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.
હાર્દિક પટેલની અરજીને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે તેને 1 વર્ષ માટે રાજ્ય બહાર જવા માટે મંજૂરી આપી છે.
જેમાં તે કોર્ટની મંજૂરી લીધા વગર 1 વર્ષ દરમિયાન દેશમાં ગમે ત્યાં જઈ શકે છે. જયારે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ત્યારે કોર્ટે તેને એક શરત પર મંજૂરી આપી હતી. જેમાં હાર્દિક કોર્ટની મંજૂરી વગર રાજ્ય બહાર જઈ શકે નહીં.
આ અરજી પહેલા પણ હાર્દિક પટેલએ કોર્ટને અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. અને તેને જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે. તેથી તેમની અરજી સ્વીકારવામાં આવે. પરંતુ કોર્ટે એ સમયે તેની માંગણી ફગાવી દીધી હતી.