ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે. તેણે મીડિયા સાથે લોકસભાને લઈને ચૂંટણી લડવાનું મન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલે લોકસભા 2019ની ચૂંટણી લડવા અંગેની જાહેરાત કરી છે. જોકે ક્યાં પક્ષમાઠી ચૂંટણી લડશે તેનો કઈ ખૂલાશો કર્યો નથી. હાર્દિક એ જણાવ્યુ છે કે હું ચૂંટણી લડીશ. શક્યતા અનુસાર અમરેલી બેઠક પરથી લડે તેવી જાણકારી મળી છે.
હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે પોતાનો મત રજૂ કર્યો એ પહેલા તે ઉત્તર ગુજરાતના મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલતી હતી. હાલમાં તે સૌરાષ્ટ્રની અમરેલી અને પોરબંદર સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે.