રોહિત શર્મા આઈપીએલના ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. તે એક દાયકાથી વધુ સમયથી મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો છે. તેણે પાંચ વખત આ ટીમને ચેમ્પિયન બનાવી છે. આ સાથે તે ભારતીય કેપ્ટન પણ છે. મુંબઈ તેને આસાનીથી જવા દેશે નહીં. બીજી તરફ હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સને પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું. હાર્દિકનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ રહ્યો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત આ ટીમથી કરી હતી, જ્યારે તેને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવ્યો હતો. દર વર્ષે સારા પ્રદર્શન બાદ વર્ષ 2016માં તેના માટે ટીમ ઇન્ડિયાના દરવાજા પણ ખુલ્યા હતા.
ગુજરાત તૈતંસનું સુકાની પદ કોના શિરે ? ગીલ હોટ ફેવરિટ!!!
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું ઓક્સન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાનાર છે ત્યારે આ ઓક્સન પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હાર્દિક પંડ્યા તેની પહેલી આઇપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનમાં પરત આવી શકે છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને તેમની ટીમમાં સ્થાન આપવા માટે કેટલાક મોટા ખેલાડીઓને રિલીઝ અથવા ટ્રેડ કરવા પડશે જેમાં રોહિત શર્મા અને ઈશાન કિશન જેવા નામની ચર્ચાએ જોર પકડ્યું છે.
જેમ જેમ આઈપીએલ 2024 માટે રીટેન્શન લિસ્ટની અંતિમ તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ કેટલાક મોટા ટ્રાન્સફરને લઈને પણ ચર્ચાઓ વધી રહી છે જેમાં સૌથી વધુ ચર્ચા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાત ટાઇટન્સનો હાલનો કેપ્ટન હાર્દિક પંડ્યાની ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસીની શક્યતા છે આ ઉપરાંત એવી પણ ચર્ચા થઈ રહી છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા માટે રોહિત શર્માને ટ્રેડ કરી શકે છે એટલે કે રોહિત આગામી સિઝનમાં ગુજરાત ટાઇટન્સની કમાન સંભાળી શકે છે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મોટી ડીલ થઈ હોવાની શક્યતા છે.