ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ મેચ રમ્યા બાદ ફિટનેસ ટેસ્ટમાં પાસ થતો હાર્દિક
ગત વર્ષનાં સપ્ટેમ્બર માસમાં હાર્દિક પંડયાએ આફ્રિકા સામે છેલ્લી ટી-૨૦ મેચ રમી હતી ત્યારબાદ ચાલુ માસમાં મુંબઈમાં ચાલી રહેલી ડી.વાય.પાટીલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં હાર્દિક પંડયાએ ૩૯ બોલમાં સદી ફટકારી હતી અને પોતાના ફિટનેસ અને ફોમનો પરચો આપ્યો હતો. ઈનીંગ દરમિયાન તેને ૮ ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા હતા ત્યારે હવે હાર્દિક પંડયાની આ સ્ફોટક ઈનીંગ બાદ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરીઝમાં તેની પસંદગી થવી નકકી હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યા ફિટ થઈને મેદાન પર પરત ફરી ચૂક્યો છે અને હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરવા તરફ નજર માંડી રહ્યો છે. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધની ત્રણ વન-ડે મેચની સીરિઝથી ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે. આના પહેલા જ તેણે પોતાના ફોર્મની ઝલક દેખાડી દીધી છે.
મંગળવારે મુંબઈમાં રમાઈ રહેલા ઉુ પાટિલ ટી૨૦ કપમાં પંડ્યાએ ધમાકેદાર શતકીય ઈનિંગ રમી. તેણે ૩૯ બોલમાં ૧૦૫ રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઑલરાઉન્ડરે રિલાયન્સ વન તરફથી સીએજી વિરુદ્ધ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં આ ઈનિંગ રમી. હાર્દિકે પોતાની આ ઈનિંગમાં ૮ ચોગ્ગા અને ૧૦ છગ્ગા લગાવ્યા અને માત્ર ૩૭ બોલમાં સેન્ચુરી ફટકારી. તેની આ વિસ્ફોટક ઈનિંગની મદદથી રિલાયન્સ વનની ટીમે ૨૦ ઓવરમાં ૨૨૫/૫નો સ્કોર ખડક્યો.
બાદમાં હાર્દિકે જણાવ્યું કે, તે છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યાં બાદ પોતાની આ પ્રગતિથી ખુશ છે. મોટા શોટ રમવાની પોતાની ક્ષમતા વિશે ૨૬ વર્ષીય ઑલરાઉન્ડરે કહ્યું કે, જો બોલ મારી પહોંચમાં હોય તો હું દમદાર શોટ ફટકારવાથી ખચકાતો નથી. મોટાભાગે પરિણામ મારા પક્ષમાં આવે છે. હું પહેલેથી આક્રમક રમવા માટે વિચારીને મેદાન પર નથી ઉતરતો. આના પહેલા પંડ્યાએ ઈજા બાદ કમબેક કરતા પોતાની પ્રથમ મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ૨૫ બોલમાં ૩૮ રન ફટકાર્યા હતા.