પંડ્યા પાસે બેટિંગમાં ઉત્તમ કૌશલ્ય સાથોસાથ વિકેટ લેવા અને રન બચાવવાની પણ ખુબ ક્ષમતા
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનનું કહેવું છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એકલા જ પોતાના દમ પર ભારત માટે ઝ20 વર્લ્ડ કપ જીતી શકે છે. વોટસને હાર્દિકના ઘણા ગુણો ગણાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ 15 વર્ષ પહેલા ઝ20 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ભારતીય ટીમે વર્ષ 2007માં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ચમકતી ટ્રોફી જીતી હતી.
આ વખતે ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા પહોંચી છે, જ્યાં તે ટૂર્નામેન્ટની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરશે.હાર્દિક એક પ્રતિભાશાળી ક્રિકેટર છે. તે જે રીતે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે, તે શાનદાર છે. તેની પાસે માત્ર ઉત્તમ કૌશલ્ય જ નથી પરંતુ તેની પાસે વિકેટ લેવા અને રન બચાવવાની પણ સારી ક્ષમતા છે.’ હાર્દિક અત્યારે સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે જૂની લયમાં પાછો ફર્યો છે.
પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે આઇપીએલનો ખિતાબ જીત્યો હતો. આઇપીએલ 15મી આવૃત્તિથી હાર્દિક પણ ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. શેન વોટસનના મતે, હાર્દિક પંડ્યાબેટિંગ પણ શાનદાર લયમાં છે. તે માત્ર ફિનિશર જ નહીં પરંતુ પાવર હિટર પણ છે. તેની પાસે તમામ આવડત છે. આપણે છેલ્લી આઈપીએલમાં જોયું છે. તે એકલા જ પોતાના દમ પર ટી20 વર્લ્ડ કપ જીતી શકે છે. તે ખરેખર એક મેન વિનર ખેલાડી છે.