હાર્દિક પટેલની જાહેરાત બાદ ડે.CM નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી. જેમાં પાટીદાર અનામત આંદોલનના મુદ્દાઓ વિશે ચર્ચા કરી.

નીતિન પટેલે કહ્યું કોંગ્રેસના અને પાસના પત્તા હવે ખૂલી ગયા છે. અનામત આંદોલન કોંગ્રેસના પૈસા અને માર્ગદર્શનથી ચાલતુ હતુ.

– કોંગ્રેસના આદેશ અનુસાર હાર્દિક બોલે છે. પાટીદાર સમાજના સોદો કરનારા ફાવશે નહીં. આંદોલન ચાલુ થયુ ત્યારના અમે સંપર્કમાં હતા. કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે.

– પાટીદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના ઘરે જઈને હલ્લાબોલ કર્યા.

– ગુજરાતની શાંતિ ડહોળાઈ રહી છે

– કોંગ્રેસે ટિકિટોની વહેંચણીમાં સાંઠગાંઠ કરી – કોણ-કોણ ઐયાસી કરે છે તે ગુજરાતે જોઈ

– કોંગ્રેસ કચેરીએ પાટીદાર કાર્યકરોએ તોડફોડ કરી

– પાસ કન્વીનરો તરફના તમામ કેસ પાછા ખેંચ્યા

– આ આંદોલન ચૂંટણી માટેનું હતુ

– કોંગ્રેસના તમામ ચહેરા ઉઘાડા પડ્યા

– હાર્દિકે પ્રેસ કોન્ફરન્સમાં આધ્યાત્મિક ગુરુ હોવાનો ડોળ કર્યો

– કોંગ્રેસની ચાટેલી લોલીપોપ પાટીદારોને ભાવે છે, તેમને એંઠુ ભાવે છે.

– પાટીદારો માટે આર્થિક આયોગ અને નિગમ બનાવ્યુ. SPG અનામત બાબતે કોઈ ચર્ચા નથી કરી

– હાર્દિકને કાયદાકીય કોઈ ખ્યાલ નથી

– કોંગ્રેસે પાટીદારોને અનામત બાબતે ભરમાવ્યા છે

– ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા બધાની પોલ ખૂલી

– હાર્દિકે કોંગ્રેસને આપેલી સ્ક્રિપ્ટ વાંચી 50 ટકા અનામત આપી શકાય તેમ નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.