પાટીદાર આંદોલનના પ્રણેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના ફોજદારી કેસનો આજ રોજ ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં ૬ વર્ષે હાર્દિક પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. તમામ દલીલો બાદ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
શું હતો કેસ ??
વર્ષ 2017માં 4 નવેમ્બર ના રોજ પાટીદાર આંદોલનમાં જામનગરના ધૂળસીયા ગામે એક સભા યોજાય હતી. આ સભામાં ભડકાઉ ભાષણ કરતા સરકાર તરફથી ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ૬ વર્ષ બાદ ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલના કેસનો જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
જે સભા મુદ્દે કેસ નોંધવામાં આવ્યો હતો તે સભાની શૈક્ષણિક હેતુ માટે મંજૂરી લેવામાં આવી હતી ત્યારે આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઈ વિરાણી તથા રસીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખીને પાટીદાર અનામત આંદોલનના સમયે થયેલ કેસનો ચુકાદો આપ્યો હતો