પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં એચ.એન. શુકલ કોલેજના ૧૦૦૦ થી વધુ વિઘાર્થીઓએ ૩ સી કલ્ચર વિષય પર માર્ગદર્શન મેળવ્યું
હાર્ડવર્ક નહી સ્માર્ટ વર્ક જ વિઘાર્થીઓને ઉગારશે. એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા સોમવારે પ્રમુખ સ્વામી ઓડેટોરીયમમાં બપોરે ર કલાકે ૩ સી કલ્ચર વિષય પર નાંમાકીત વકતા શૈલેષભાઇ સગપરીયાએ માર્ગદર્શન પુરુ પાડયું હતુ. કાર્યક્રમમાં ૧૦૦૦ થી વધુ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રુપાણી અને નાંમાકીત વકતાએ દિપ પ્રાગટય કરી કાર્યકમની શરુઆત કરી હતી. ત્યારબાદ બહોળી સંખ્યામાં વિઘાર્થીઓએ હાજરી આપી ૩ સી કલ્ચર વિષય પર માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેમીનારમાં મુખ્ય મહેમાન તરીકે શાપર એસોસીએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળાએ શોભામાં અભિવૃઘ્ધિ કરી હતી.
આ સેમીનારમાં જીવનમાં ઘણીવાર વિઘાર્થી માટે અનેક મુકામો આવતા હોય છે ત્યારે એક સાથે બધુ જ વિઘાર્થી વિચારી શકતા નથી. કઇ બાબતને કેટલું મહત્વ આપવું એ વિઘાર્થી સમજી શકતા નથી. ત્યારે આવી બધી બાબતોમાંથી માર્ગ શોધવા ૩-સી કલ્ચર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનાને સફળ બનાવવા કોલેજના ટ્રસ્ટી, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રુપાણી, કેમ્પસ ડાયરેકટર સંજય ઘાધરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મેમ્બર્સ કરિશ્માબેન, શ્રઘ્ધાબેન, પૂજાબેન, ભૂમિકાબેન, હિરલબેન, હેમાંગભાઇ , ગૌરવભાઇ, જીગરભાઇ, અયુબભાઇ, રાજીવભાઇ, વિશાળભાઇ, નવીનભાઇ, પ્રતિકભાઇ, પાર્થભાઇ પ્રશાંતભાઇ, રાહુલભાઇ, જયેશભાઇ, રજનીભાઇએ જહેમત ઉઠાવી હતી.
કોલેજના મેનેજીગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રુપાણીને અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુઁ હતું કે કોલેજ દ્વારા વિઘાર્થીઓના હિતને ઘ્યાનમાં રાખી અવાર નવાર માર્ગદર્શન માટે સેમીનારનું આયોજન કરવામાં આવે છે. જે અતગત વિઘાર્થીઓના જીવનમાં આગળ જઇ શું કરવું કેવી રીતે સિઘ્ધી હાંસલ કરવી તે માટે નામાંકિત વકતા શૈલેષભાઇ સગપરીયાએ કોલેજના વિઘાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડયું હતું. આગામી દિવસોમાં પણ વિઘાર્થી લક્ષી કાર્યક્રમ તેમજ માર્ગદર્શક સેમીનારનું આયોજન કોલેજ દ્વારા કરવામાં આવશે.