મોદી સ્કૂલ અને સાંદીપની ઈન્સ્ટીટયૂટના સહકારથી પ્રતિક પાલાએ સીપીટીમાં ૨૦૦માંથી ૧૮૩ ગુણ મેળવી ઓલ ઈન્ડિયામાં ૧૦મો ક્રમ પ્રાપ્ત કર્યો
કોઈ પણ ક્ષેત્રે સફળતા મેળવવા પરિશ્રમનો કોઈ પર્યાય ન હોવાની કહેવત અનેક વખત સાબિત થઈ ચૂકી છે. આ વાતને રાજકોટના વિદ્યાર્થી પ્રતિક પાલાએ વધુ એક વખત પુરાવો આપ્યો છે. મોદી સ્કુલ અને સાંદિપની ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થી પ્રતિકે પોતાનો કોન્સેપ્ટ કલીયર રાખી મહેનતથી સીએ સીપીટીમાં ૨૦૦ માંથી ૧૮૩ ગુણ મેળવ્યા છે.
પ્રતિકના પિતા સામાન્ય સેલ્સમેન છે જયારે માતા મોદી સ્કુલમાં શિક્ષણની સેવા આપે છે. પ્રતિકની ઝળહળતી સફળતા પાછળ માતા-પિતાનો ખંત અને મોટી સ્કૂલ તથા સાંદિપની ઈન્સ્ટીટયુટની નિષ્ઠા જવાબદાર છે.
તાજેતરમાં મે માસમાં લેવાયેલ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા સીએનું પ્રથમ સ્ટેપ સીપીટી પરીક્ષામાં રાજકોટ સેન્ટરમાં ઘણાબધા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. રાષ્ટ્રીયકક્ષાએ લેવાતી પરીક્ષા સમગ્ર દેશમાં ધો.૧૨ પછી ઘણા બધા વિદ્યાર્થીઓ આપતા હોય છે. આ પરીક્ષામાં બે પેપર ૧૦૦-૧૦૦ માર્કસના હોય છે. તેમાં એકાઉન્ટ્સ, સ્ટેટેસ્ટીક, અર્થશાસ્ત્ર અને વાણીજય કાયદો આવા ૪ વિષયો હોય છે. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સીએના નવા કોર્ષનું લોન્ચીંગ કરવામાં આવ્યું. તેમાં તેઓએ શરીર માટે જેમ સ્પેશ્યાલીસ્ટ ડોકટરની જ‚રીયાત છે, તેમ સારા અર્થતંત્ર માટે દેશમાં સારા સીએની જ‚રીયાત હતી, છે અને રહેશે. તે બાબત પર ભાર મૂકયો હતો. હમણાં જ ભારતની સંસદમાં પસાર થયેલ રાષ્ટ્રીયકર અધિનિયમ જી.એસ.ટી.ને સીએના કોર્ષમાં આવરી લેવામાં આવેલ છે.
સીએના કોર્ષમાં ત્રણ સ્ટેપ હોય છે. (૧) સીપીટી (૨) આઈપીસીસી (બે ગ્રુપ) (૩) ફાઈનલ (બે ગ્રુપ). આ પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવે છે. તાજેતરમાં મે-૨૦૧૭માં સીપીટીની પરીક્ષા લેવામાં આવેલ. તેમાં રાજય દેશ અને ગુજરાતમાં ઘણાબધા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે તે પરીક્ષામાં સામાન્ય પરિવારમાં અર્થાત્ તેઓના પપ્પા જવેલરી શોપમાં સેલ્સમેન તરીકે તથા માતા મોદી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના હોનહાર પુત્ર અને મોદી સ્કૂલના વિદ્યાર્થી પ્રતિક પાલાનું સીએ બનવા માટેનું પ્રવેશદ્વાર ગણાતી સીપીટીની પરીક્ષામાં ૧૮૩ ગુણ સાથે સમગ્ર કેન્દ્રમાં પ્રથમ સ્થાન તથા ઓલ ઈન્ડિયા રેન્ક (એઆઈઆર) દશમું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ધો.૧૦માં બોર્ડ પ્રથમ અને ધો.૧૨માં બોર્ડ સેક્ધડ રહેનાર પ્રતિક પાલાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, મોદી સ્કૂલમાં મે ધો.૮થી એડમીશન લીધુ હતું. ત્યારથી એક જ ગોલ હતો કે, પરિવાર અને સ્કૂલનું નામ રોશન કરવું. તે ધ્યેયને વેગ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.રશ્મિકાંતભાઈ મોદીને મળ્યો ત્યારે વધુ બળવત્તર બન્યો. તેઓએ જયારે ધો.૧૦માં હું બોર્ડ પ્રથમ આવ્યો. ત્યારે જ કહ્યું કે સાયન્સ અથવા કોમર્સ બન્ને લાઈન સારી છે. તેમની પ્રેરણાથી મેં કોમર્સ લાઈન પસંદ કરી. સીએ બનવાનો સંકલ્પ કર્યો. ‘સખત મહેનત કરો તો કોઈ લક્ષ્ય અઘ‚ નથી’ આ વાતને મેં ચરિતાર્થ કરી મારે સીપીટીની પરીક્ષામાં ૨૦૦માંથી ૧૮૩ ગુણ મળ્યા છે. અલબત, ધો.૧૨માં અભ્યાસની સાથે-સાથે મે સીપીટીની તૈયારી શ‚ કરી હતી. સીપીટીની સાથે-સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ હું કરી રહ્યો છું. કોઈપણ જાતની સુવિધાઓ વગર પણ મેં આ સફળતા મેળવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ધો.૧૧-૧૨ કોમર્સમાં મોદીસર તથા મોદી સ્કૂલ તરફથી સંપૂર્ણ ફી માફીમાં અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત મેં ધો.૧૧-૧૨ની સાથે-સાથે મોદી સ્કૂલ તથા સાંદીપની ઈન્સ્ટીટયુટના સંદિપભાઈ પોપટ, અમિતભાઈ પોપટ દ્વારાસ્કૂલમાં તૈયારી કરાવવામાં આવતી હતી. જેથી મને આ ઝળહળતી સફળતા મળેલ છે.
સીએ, સીપીટીમાં હું જે સેન્ટર ફર્સ્ટ આવ્યો તેનું સંપૂર્ણ શ્રેય મોદી, સંદિપભાઈ પોપટ, અમિતભાઈ પોપટ, પ્રિન્સિપાલઓ બધા શિક્ષકો અને પિતા નરેન્દ્રભાઈ પાલા તથા માતા નિલાબેન પાલાને જાય છે.