મેષઃ-
તમારી કઠોર મહેનત અને આત્મવિશ્વાસ તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થશે. આ રાશિના જાતકોને પિતા સમાન કોઇ વ્યક્તિનો સહયોગ ભાગ્યોદયકારક રહેશે.આજના દિવસ દરમિયાન સંબંધીઓને લગતી કોઈ જૂની નકારાત્મક વાતો ફરીથી ઊભી થઈ શકે છે. આજે ગુસ્સા પર કાબૂ રાખીને ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિઓને સંભાળવી યોગ્ય છે. તમારો થોડો સમય ધાર્મિક ગતિવિધિઓમાં પસાર કરો. આ રાશિના બિલ્ડર્સ તથા પ્રોપર્ટી ડીલર્સને યોગ્ય સફળતા મળી શકે છે.
વૃષભઃ-
આજના દિવસ દરમિયાન તમે તમારી કાર્યકુશળતા દ્વારા અસંભવ પરિસ્થિતિઓનો પણ સામનો કરવામાં સક્ષમ રહેશો. આ રાશિના જાતકોએ ભાવુકતાની જગ્યાએ બૌદ્ધિક્તાથી કાર્યપ્રણાલીને અંજામ આપો. આજના દિવસ દરમિયાન તમારા વ્યક્તિત્વમા પણ પોઝિટિવિટી જળવાયેલી રહેશે.વેપારને લગતા સરકારી કાર્યોમાં વિઘ્ન આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી સમગ્ર સમસ્યાનું સમાધાન મળશે.
મિથુનઃ-
આ રાશિના જાતકોને આજે થોડી નવી-નવી માહિતી પ્રાપ્ત કરવામાં સમય પસાર થશે તેથી દરેક વાતને ઉંડાણથી સમજવાના પ્રયત્ન કરવા. આ બદલાતા પરિવેશના કારણે તમે તમારી દિનચર્યામાં જે પરિવર્તન કર્યું છે, તે ફાયદાકારક રહેશે. આજાના દિવસ દરમિયાન કોઇ મિત્રની નકારાત્મક વાત તમને નિરાશ કરી શકે છે તેથી ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપવું .આજના દિવસ દરમિયાન વડીલોના અનુભવો તથા માર્ગદર્શન તમને કામ લાગશે.આજના દિવસ દરમિયાન વ્યવસાયિક ક્ષેત્રમા થોડા સુધારને લગતું પરિવર્તન થશે.
કર્કઃ-
આ રાશીના જાતકોએ દરેક નિર્ણય સમજી-વિચારીને લેવો. કામ સમયે પૂર્ણ કરવામા તમને અવશ્ય સફળતા મળશે.આજે સામાજિક કાર્યોમાં પણ થોડો સમય જરૂર આપવો. વિદ્યાર્થીઓએ મોજમસ્તીની સાથે અભ્યાસ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. કાર્યક્ષેત્રમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવારમાં તમારું યોગ્ય યોગદાન આપશો. આજના દિવસ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
સિંહઃ-
આ રાશિના જાતકોએ પોતાના ઉપર વિશ્વાસ રાખવો કેમ કે કર્મ કરવાથી ભાગ્યને બળ મળી શકે છે. આજના દિવસ દરમિયાન કોઇ રિટાયર્ડ તથા અનુભવી વ્યક્તિ પાસેથી તમને સહયોગ અને યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક ગતિવિધિ પણ સંપન્ન થઈ શકે છે.તમારી વિચલિત મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખો. નહીંતર આ કારણે તમારે નિર્ણય લેવામાં પરેશાની થશે. કોઇ બહારના વ્યક્તિના કારણે ઘરમાં થોડી વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.પબ્લિક ડીલિંગ, મીડિયા માર્કેટિંગ વગેરેને લગતા વ્યવસાયમાં ગતિ આવશે.
કન્યાઃ-
આ રાશિના લોકો આજે કોઇ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પોતાની સંપૂર્ણ ઊર્જા લગાવી દેશે. તમારી ગતિવિધિઓને કોઇ સામે જાહેર ન કરો. આજના દિવસ દરમિયાન શાંતિથી કામ કરવાથી યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તમારી ઉતાવળ અને આવેશ જેવી ખામીઓ ઉપર કાબૂ મેળવો. પરિવાર તથા સંબંધીઓને મધુરતા સાથે સંબોધવા. નાની વાતના કારણે મતભેદ થવાની શક્યતા છે. કોઇ અનુભવી વ્યક્તિ દ્વારા પરિસ્થિતિ અનુકૂળ બની રહેશે.
તુલાઃ-
આજના દિવસ દરમિયાન કોઇ મહત્વપૂર્ણ કામને પૂરું કરવામાં સફળતા મળી શકે છે. માત્ર ભાગ્યના ભરોસે બેસી ન રહેવું .આજે દિનચર્યાથી અલગ મન પ્રમાણે કામમાં સમય પસાર થશે.ઘર કે સંબંધીઓને લગતો કોઈપણ વાદ-વિવાદ એકબીજા સાથે બેસીને ઉકેલવાની કોશિશ કરો. નકારાત્મક વાતોને વધારે મહત્ત્વ આપશો નહીં.
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આ રાશિના જાતકોને દિવસ દરમિયાન કામ વધારે રહેશે. જોકે, તમે તમારા મનપસંદ કાર્યો માટે સમય કાઢી શકશો. ઘરના વડીલોના અનુભવોનું અનુસરણ કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે તથા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. આજના દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરવાનું ટાળો. તમારા ખર્ચમા કાબૂ રાખો.
ધનઃ-
ઘરને લગતા કાર્યો તથા ઓનલાઇન ખરીદદારીમા પરિવારના લોકો સાથે સુખમય સમય પસાર થશે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો મામલો પણ વડીલોની મદદથી ઉકેલી શકાશે.આ સમયે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું. જોખમી કાર્યોમાં પણ ધ્યાન આપશો નહીં. બાળકોને કોઇ પ્રોજેક્ટમા મન પ્રમાણે સફળતા ન મળવાથી નિરાશા રહી શકે છે.
મકરઃ-
થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરવાથી તમારા મનોબળ અને આત્મબળમા પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમે તમારી ઉપર વિશ્વાસ રાખીને પરિસ્થિતિઓને વધારે સફળ બનાવી શકશો.બહારના વ્યક્તિઓ તથા મિત્રોની કોઇ સલાહ ઉપર અમલ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. કોઇ સરકારી સેવાનું કામ કરતા વ્યક્તિઓ સાથે વિવાદ થવાની શક્યતા છે.
કુંભઃ-
રોજિંદા કાર્યો સાથે-સાથે થોડો સમય ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. તેનાથી તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. છેલ્લી થોડી ભૂલોથી બોધપાઠ લઈને તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવું યોગ્ય રહેશે.તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયા સાચવીને રાખો. કોઈપણ નિર્ણય ઉતાવળમા ન લેશો. તેનાથી ભૂલો થઈ શકે છે. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિથી તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે.
મીનઃ-
છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં, આજે તે ખૂબ જ સહજ અને સરળતાથી ઉકેલાઈ જશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે તેનો યોગ્ય સદુપયોગ કરો. કોઈ શુભ સમાચાર મળવાથી પરિવારમાં પણ સુખનું વાતાવરણ રહેશે. અન્યની સલાહ ઉપર ગંભીરતાથી વિચાર કરો. ધ્યાન રાખો કે કોઈપણ કામ કરતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે પણ ધ્યાન આપવું જરૂરી છે. સમયે-સમયે બાળકોનું પણ માર્ગદર્શન કરો.