દેહરાદૂનમાં 18મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100મીટર, 200મીટર, અને વન ઇન શોટ પૂટમાં માજીએ બાજી મારી

હરિયાણાના ચરખી દાદરીમાં રહેતી 106 વર્ષની ઉડાપરી દાદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોમવારથી યુવરાણી મહેન્દ્ર કુમારીની યાદમાં દેહરાદૂનમાં 18મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થઈ છે. સોમવારે આ સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ હરિયાણાના ચરખી દાદરીના રહેવાસી 106 વર્ષીય દાદી રમાબાઇ હતા. તેમણે 100, 200 મીટરની દોડમાં ભાગ લઇને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે શોટ પુટ ઇવેન્ટમાં પણ પોતાના જોરદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. 106 વર્ષના માજીની સફળતા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ પોતાના ખેતરમાં જાત મહેનતની સાથે ઘરના ઘી અને દૂધનું સેવન કરી અને પોતાની જીવન શૈલી ઉત્કૃષ્ટ બનાવી અને સતત મહેનતના  પગલે 106 વર્ષના માજીએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા એટલું જ નહીં માજી તેમના પગનું માલિશ પણ કરાવતા હોવાથી તેઓ તદુરસ્ત રહ્યા છે.

2 વિસીય સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી 5 વર્ષથી 106 વર્ષની વયજૂથના 800 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. રામબાઈએ વડોદરામાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટરની દોડમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ચરખી દાદરી જિલ્લાના કદમા ગામના રહેવાસી રામબાઈએ રાષ્ટ્રીય સ્તરની એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમની ૩ પેઢીઓ સાથે 100, 200 મીટરની દોડ, રિલે રેસ, લાંબી કૂદમાં 4 ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અગાઉ નવેમ્બર 2021માં યોજાયેલી સ્પર્ધામાં 4 ગોલ્ડ મેડલ જીત્યા હતા. રામ બાઈ ગામની સૌથી વૃદ્ધ મહિલા છે. 1 જાન્યુઆરી, 1917ના રોજ જન્મેલા કદમા ગામના રહેવાસી રામ બાઈ એક વૃદ્ધ એથ્લેટિક્સ ખેલાડી છે. તેમણે નવેમ્બર, 2021માં વારાણસીમાં આયોજિત માસ્ટર્સ એથ્લેટિક મીટમાં ભાગ લીધો હતો. 105 વર્ષની ઉંમરે પણ વૃદ્ધાવસ્થાની પરવા કર્યા વિના તેઓ રમતગમતને જીવનનો હિસ્સો બનાવીને સખત મહેનતથી આગળ વધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.