દાન પર પોતાની આક્રમકતા અને મસ્તમૌલા અંદાજ માટે પ્રખ્યાત ક્રિકેટર હરભજન સિંહ અસલમાં એક જિંદાદિલ માણસ પણ છે. આઈપીએલના ૧૧માં સીઝનની વિજેતા ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમમાં શામેલ રહેલા હરભજન સિંહની ચારે બાજુ વાહવાહી થઈ રહી છે. આખરે તેણે એવુ શુ કર્યુ કે ચારેબાજુ તેની વાહવાહી થઈ રહી છે.
હકીકતમાં, હરભજન સિંહે આર્થિક તંગીથી લડી રહેલા પોતાના એક બાળપણના મિત્રની આર્થિક મદદ કરી છે. મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે U-૧૬ ક્રિકેટના દિવસોમાં ભજ્જીનો મિત્ર રહેલો હરમન ગંભીર બીમારીથી ગ્રસ્ત હતો. હાલત એટલી ખરાબ હતી કે જો સમયસર સારવાર ન થાત તો તે પોતાનો જીવ ગુમાવી બેસતો.ભયાનક આર્થિક તંગીથી લડી રહેલો હરમન જ્યારે ક્યાંયથી પણ પોતાની સારવાર માટે પૈસાનો બંદોબસ્ત ન કરી શક્યો ત્યારે તેને હરભજન સિંહની યાદ આવી. એવામાં હરભજન સિંહે આર્થિક મદદ કરીને તેની સારવાર કરાવી અને પોતાની મિત્રતાની ફરજ નિભાવી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે હરભજન સાથે ૯૦ના દાયકામાં સાથે ક્રિકેટ રમેલો હરમન હૈરીના આંતરડામાં ઘા પડ્યો હતો જેના કારણે તે આ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો હતો. એક તરફ ભજ્જીના કરિયરે ઉડાન પકડી તો બજી તરફ હરમનને કિસ્મતનો સાથ ન મળી શક્યો. હરભજન સિંહે જણાવ્યુ કે, હરમને કોઈ પ્રકારે મારો સંપર્ક કર્યો અને મને તેની તકલીફ વિશે જણાવ્યુ જેમાંથી તે પસાર થઈ રહ્યો હતો, હરમનને પૈસાની ખુબ જરૂર હતી ત્યારે મે તેને કહ્યુ કે તુ આગળ વધ સારવાર માટે જેટલો પણ ખર્ચો થાય તે ઉપાડવા માટે હુ તૈયાર છુ.
હવે હરમનની સારવાર થઈ ચુકી છે. સારવાર બાદ હરમને હરભજન સિંહનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે હું આખી જિંદગી તેનો ઋણી રહીશ