ઘટતી સુવિધા સત્વરે પુરી પાડવા ઉઠી માંગ

જામરાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ભારે  હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા ઘણા સમય થી આ વિસ્તાર માં  ડેન્ગ્યુ ,મલેરિયા તાવ કેસો નો ખાસ વધારો જોવા મળે છે ,ત્યારે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે સરકારી હોસ્પિટલ રાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી લેબોરેટરી ટેકનીશીયનની ઘટ હતી ,જે થોડા સમય  પહેલા જ નવા ટેક્નિશયન હાજર થયેલ પરંતુ  રાવલ હોસ્પિટલના આયોજન ના અભાવે લેબોરેટરી વિભાગ જરૂરી દવા ના આભાવે લેબ તપાસ નથી થતી.

છેલા પાંચેક દિવસ થી લેબોરેટરી બંધ હાલત માં હોય જેથી દર્દી ઓને નાં છુટકે ખાનગી લેબોરેટરી માં  જવા ની નોબત આવી રહી છે.જેથી  સામાન્ય તેમજ મધ્યમ વર્ગ નાં  દર્દી ઓને ને હોસ્પિટલ ના નબળા આયોજન નાં અભાવે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.ડેન્ગ્યુ ,મલેરિયા તાવ જેવા જીવલેણ બનાવો વધુ બને ને કોઈ ની જીંદગી જોખમ માં મુકાય તે પહેલાં જિલ્લા  આરોગ્ય વહીવટી તંત્ર સફાળે વહેલું જાગી ને રાવલ હોસ્પિટલ ની ઘટતિ સૂવિધા વહેલી તકે પૂર્ણ કરે તેવી રાવલ તથા આજુબાજુના વિસ્તાર ના લોકો ની માંગ..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.