પ્રતિષ્ઠાને હાની થાય એ માનસિક ઘાતકીપણું: પત્ની પીડિત પતિઓનો પોકાર
જીવન સાથીના વર્તનના કારણે પ્રતિષ્ઠાને નુકસાન થાય: સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં અવલોકન
‘કાકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ’ જાણીતા લોક ગીતમાં માર્મિક ટકોર કરવામાં આવી છે અને ખાસ તો દાંપ્તીય જીવનને વધુ લાગુ પડે છે. પતિ અને સાસરીયા દ્વારા પત્નીને ત્રાસની ફરિયાદ રોજીંદી છે ત્યારે કેટલાક બનાવમાં પતિઓ પણ પત્ની પિડીત હોય છે. પત્ની દ્વારા પતિની કારર્કીદી કે સન્માનનું હનન કરવું માનસિક કુરતા સમાન કૃત્ય છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં આવી એક અરજીની સુનાવણી દરમિયાન પતિની કારર્કીદી અને પ્રતિષ્ઠાને હાની થાય તે માનસિક ઘાતકીપણું ગણાવવામાં આવ્યું છે.
લશ્કરના એક ઉચ્ચ અધિકારીએ વર્ષ ૨૦૦૬માં ઉતરાખંડમાં મહિલા પ્રોફેસર સાથે લગ્ન કર્યા હતા લગ્નના એક વર્ષ બાદ દંપત્તી વચ્ચે અણબનાવ વધતા બંને અલગ રહેવા લાગ્યા હતા. પત્ની દ્વારા પતિ સામે પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. તેમાં છેતરપિંડી, દહેજ સહિતની માગ લગાવી પતિની પ્રતિષ્ઠા અને સન્માનને હાની થાય તેવી ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પત્ની દ્વારા કારર્કીદી અને પ્રતિષ્ઠાને હાની પહોચડી છુટા છડા લેવા અનેક ફરિયાદો કરવામાં આવતી હોવા અંગેની અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના ખંડપીઠના ન્યાયધિશ સંજય કિશન કોલ, ન્યાયધિશ દિનેશ મહેશ્ર્વરી અને ન્યાયધિશ રૂષિકેશ રોયની કોર્ટમાં સુનાવણી માટે આવી હતી.
પત્ની દ્વારા પતિની પ્રતિષ્ઠાને હાની પહોચડા સન્માનનું હનન કરવું એ માનસિક કુરતા સમાન અવલોકન કરી આવા વર્તન માટે માફી માગવાની અપેક્ષા કરવી મુશ્કેલ છે. જાણી જોઇ બદઇરાદે પુરૂષ પ્રત્યેની ક્રુરતા ગણાવી છે. લગ્નજીવન કાયદાકીય રીતે છુટાછેડા થવા જોઇ પરંતુ છુટાછેડા લેવા માટે આ પ્રકારના કૃત્યને અયોગ્ય ગણાવવામાં આવ્યું છે.
જીવન સાથીના વર્તનના કારણે કારર્કીદી અને પ્રતિષ્ઠાને નુકસાન થાય છે ત્યારે પત્નીએ સાથે રહેવાની અપેક્ષા અર્થહીન છે. માનસિક ક્રુરતાને છુટાછેડા માટેનો આધાર માનવામાં આવે છે. ક્રુરતાને સમજવા માટે પતિનું ગૌરવ, પ્રતિષ્ઠા અને શિક્ષણનું સ્તર પણ ધ્યાને લેવું જોઇએ સહનશીલતાના માપ દંપત્તીમાં અન્ય સંબંધોમાં જુદા પડે છે. આ માટે કોઇ સમાન ધારા ધોરણ નક્કી કરી શકાય તેમ નથી