લીધેલી એપોઈમેન્ટ કેન્સલ કરવા અને નવી એપોઈમેન્ટ માટે પ્રોસીઝરથી વકિલોને કામનું ભારણ સરળ અને ઝડપી કામગીરી માટે તંત્રને રેવન્યુ બાર એસો.ના પ્રમુખ સી.એચ.પટેલની માંગ
શહેરના ટાગોર રોડ પર આવેલા ડી.એચ.કોલેજના કેમ્પસમાં બેસતી સબ રજીસ્ટાર કચેરીની પાંચ ઝોનમાં શનિવારથી ઈન્ટરનેટની કનેકટીવીટી ખોરવાતા અરજદારો અને વકિલોમાં રોષ વ્યાપી ગયો છે.
વધુ વિગત મુજબ કોરોનાની મહામારીને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું. અર્થતંત્રની અને વેપાર-ધંધાની ગાડી પાટે ચડાવવા સરકાર દ્વારા અનલોક-૧માં આંશિક છુટછાટ સાથે સરકારની ગાઈડલાઈન મુજબ સરકારી કચેરીમાં કામગીરી ચાલુ કરવામાં આવી છે.
મહેસુલ તંત્ર દ્વારા રાજયની તમામ સબ રજીસ્ટાર કચેરીમાં ઓનલાઈન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અરજી, પ્રોસેસ અને સમય સહિતની કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે ત્યારે ખાટલે મોટી ખોટ કે વારંવાર અને અપુરતી કનેકટીવીટીને લીધે દસ્તાવેજ નોંધણીમાં વિક્ષેપ થાય છે. આથી અરજદારો અને વકિલોને હાલાકી થાય છે.
શહેરના ટાગોર રોડ પર આવેલા હેમુગઢવી હોલ નજીક ડી.એચ.કોલેજ કેમ્પસમાં બેસતી સબ રજીસ્ટર કચેરીની ઝોન ૩, ૪, ૫, ૬ અને ૭માં ગત શનિવારે બીએસએનએલના કેબલમાં ફોલ્ટ સર્જાતા ઈન્ટરનેટની કનેકટીવીટી ખોરવાતા દસ્તાવેજ નોંધણી ન થતા અરજદારો અને વકીલો પરેશાન થયા છે.
વકિલોએ અગાઉ લીધેલી એપોઈમેન્ટ રદ કરવા નવેસરથી પ્રોસીઝર કર્યા બાદ ફરીથી નવી એપોઈમેન્ટ લેવા માટે વધુ એક વખત પ્રોસીજર કરવી પડે છે. આથી અરજદારોનો અને વકીલોના સમયનો વ્યય થાય છે તો આ અંગે સરળ અને ઝડપી કામગીરી કામે રેવન્યુ બાર એસોસીએશન દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી છે.