Abtak Media Google News
  • માતુશ્રી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
  • છાત્રાલયમાં અભ્યાસ કરતી યુવતીને રેકટર બનાવી જિલ્લ પંચાયતના મહિલા સભ્યના પતિ અને પાંચવડાના પૂર્વ સરપંચ સામે નોંધાતો ગુનો
  • કે.ડી.પી. હોસ્પિટલમાં અને સુરત ખાતે લઇ જઇ હવસનો શિકાર બનાવ્યાનો પીડિતાનો આક્ષે

જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલી માતુશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ક્ધયા છાત્રાલયમાં રહી બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરતી યુવતીને કહેવાતા સમાજ સેવકો દ્વારા હવસનો શિકાર બનાવ્યાનો બનાવ પ્રકાશમાં આવતા જસદણ પંથકમાં સામાજીક અને રાજકીય ક્ષેત્રે હડકંપ મચી ગયો છે. સમાધાનના ધમપછાડા બાદ પિડીતાએ વૃધ્ધ સહિત ચાર શખ્સો વિરૂધ્ધ એસ.પી.ને લેખિત રજૂઆત કર્યા બાદ આટકોટ પોલીસે ટ્રસ્ટના ટ્રસ્ટી અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને પાંચવડાના પૂર્વ સરપંચ સામે ગુનો નોંધાયો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-ભાવનગર ધોરી માર્ગ પર આવેલા આટકોટ ખાતે આવેલી માતૃશ્રી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ક્ધયા છાત્રાલયમાં પાંચ વર્ષ સુધી રહી બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરનાર યુવતિ ઉપર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દુષ્કર્મ આચર્યા અંગેની જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

લેખિત રજૂઆત બાદ આટકોટ પોલીસ મથકના સ્ટાફે ભોગ બનનાર યુવતિની ફરિયાદ પરથી પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભાઇ રાઢાણી, વીરનગર ગામે રહેતા અને જિલ્લા પંચાયતના સભ્યના પતિ પરેશ રાદડીયા વિરૂધ્ધ 376 (1), 376 (ડી), 354 (એ), 504, 506 સહિત કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

વિદ્યાર્થીનીના કહેવા મુજબ ક્ધયા છાત્રાલ ટ્રસ્ટી અરજણભાઈ રામાણીને રજૂઆત કરતા તેમને કહ્યુ કે બંને મારા મિત્ર છે અને આમાં પોલીસ ફરિયાદ કરવાથી કશુ થશે નહીં માટે તો ચૂપ રહેજે. પરેશભાઈ રાદડિયાએ વિદ્યાર્થીની પર પહેલેથી ખરાબ નજર અને મેલી મુરાદ હતી એટલા માટે પરેશ રાદડીયાએ વિદ્યાર્થીની ને ક્ધયા છાત્રાલય માં રેકટર બનાવેલ રેકટર સ્ટાફ ની ઓફિસ અલગ હોય તેમ માટે  રિપોર્ટ મંગાવવાના બહાને બોલાવી ને નરાધમો બળજબરી કરતા જેમાં મધુભાઈ ટાઢાણીએ છાત્રાલયમાં કલરનો કોન્ટ્રાક્ટ રાખેલો કલરના બહાને વારંવાર રૂમમાં તપાસ કરવા આવે અને બળજબરી કરતા મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા બંને વારાફરતી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારતા આટકોટની કે ડી પી હોસ્પિટલમાં મધુ ટાઢાણીએ બળાત્કાર ગુજારેલો એવું પણ ફરિયાદમાં લખાવેલ છે વિદ્યાર્થીની. પરેશ રાદડિયા અને મધુ ટાઢાણીના ત્રાસથી સુરત રહેવા માટે જતી રહી હતી પણ મધુ ટાઢાણી ત્યાં પાછળ ગયેલ અને મારકુટ કરી બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી અને બળાત્કાર ગુજારેલ અર્જુનભાઈ રામાણી તેમને મદદ કરતા હોય.

પરીવારના સભ્યોએ વિદ્યાર્થીની સગાઈની તૈયારી કરી તો નરાધમ મધુ ટાઢાણીએ વિદ્યાર્થીનીને ધમકી આપી કે તારે મારી સાથે રહેવાનું છે. વિદ્યાર્થીની કહ્યુ કે તમે પરણીત છો મારી જીંદગી શા માટે બગાડો છો. તેમ અંતમાં ફરિયાદમાં જણાવ્યું હતું.  આટકોટ પોલીસ મથકે બંને ટ્રસ્ટી સામે ગુનો નોંધી પી.આઇ. આર.એમ. રાઠોડ સહિતના સ્ટાફે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.  ટ્રસ્ટી વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયા બાદ જસદણ પંથકનું રાજકારણ ગરમાયું છે.

મારામારી બાદ બળાત્કારની ફરિયાદથી છાત્રાલય ફરી વિવાદમાં

આટકોટ સ્થિત માતુશ્રી ડી.બી. પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત ક્ધયા છાત્રાલયમાં અગાઉ મારામારીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વધુ એક વખત વિવાદમાં આવતા સંસ્થાની પ્રતિષ્ઠાને સામાજીક નુકશાન પહોચયું છે. ટ્રસ્ટનો  વહીવટ મેળવવા માટેની આંતરીક લડાઈ હોવાનું ચર્ચાય રહ્યું છે. પડદા પાછળ રાજકીય નેતાઓનાં આશિર્વાદ હોવાનું મનાય રહ્યું છે.

પટેલ ક્ધયા છાત્રાલયના  સંચાલકે ઝેરી દવા પી લેતા ખળભળાટ યુવતીના શારીરિક શોષણની અરજી બાદ  પગલું ભર્યું

જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ પટેલ ક્ધયા છાત્રાલયનું સંચાલન સંભાળતા પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી અરજણભાઈ રામાણી (ઉ.72)એ ગઇકાલે બપોરબાદ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. આ ઘટનાથી પટેલ સમાજમાં ભારે ચર્ચા સાથે ખળભળાટ મચી જવા પામેલ છેઅને મોઢા તેટલી વાતો ચર્ચાય છે પરંતુ બદનામીના ભયે 75 વર્ષના અરજણભાઇ રામાણીએ ઝેરી દવા પી લીધાનું બહાર આવ્યું છે. આ સંસ્થા ઉપર વર્ચસ્વ જમાવવા માટે છેલ્લા કેટલાક સમયથી બે જુથ વચ્ચે ચાલી રહેલી લડાઈ હવે ચારિત્રય હનન સુધી પહોંચી ગઈ છે. આ અરજી પાછળ પણ સંસ્થાનો આંતરીક જુથવાદ જ કારણભુત ગણાવાય છે. આ જુથે મીડીયા મારફત બદનામી શરૂ કરાવતા વૃધ્ધ ટ્રસ્ટીએ ઝેરી દવા પી લીધાનું કહેવાય છે. હાલ અરજણભાઇ બેભાન છે પરંતુ ભાનમાં આવ્યે કેટલાક ચોંકાવનારા ધડાકા કરે તેવી શક્યતા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.