એસઆઇટીની રચના કરાઈ, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ તપાસના આદેશો આપ્યા .
શિવજીનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક નાસિક (મહારાષ્ટ્ર) પાસે સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. આ મંદિર અંગે માન્યતા છે કે અહીં સ્થિત શિવલિંગ સ્વયં પ્રકટ થયું હતું, એટલે એને કોઈએ સ્થાપિત કર્યું નથી. આ મંદિર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત ઉપર દેવી અહિલ્યાના પતિ ઋષિ ગૌતમ રહેતા હતા અને તપસ્યા કરતા હતા. ક્ષેત્રમાં અનેક એવા ઋષિઓ હતા, જેઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચા દેખાડવાની કોશિશ કરતા રહેતા હતા.
એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવી દીધો. બધાએ કહ્યું હતું કે આ હત્યાના પાપની માફી માટે દેવી ગંગાને અહીં લઇને આવવાં પડશે. ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને પૂજા શરૂ કરી દીધી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ભગવાને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે શિવજીને દેવી ગંગાને એ સ્થાને મોકલવાનું વરદાન માગ્યું. દેવી ગંગાએ કહ્યું કે જો શિવજી પણ આ સ્થાને રહેશે, ત્યારે જ તેઓ અહીં રહેશે. ગંગાના કહેવાથી શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં વાસ કરવા માટે તૈયાર થઈ ગયા અને ગંગા નદી ગૌતમી સ્વરૂપમાં ત્યાં વહેવા લાગી.
ત્યારે આટલા પવિત્ર સ્થાન ઉપર હરામી લોકોના હરામી મનસુબાનો પડદાફાસ થયો છે. ચાદર ચઢાવવામાં ઘણા લોકો સામેલ હતા. મંદિર પ્રબંધન અનુસાર, મંદિરમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશવાની મંજૂરી છે, કારણ કે તે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. મંદિરના પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો. જેના કારણે તણાવ સર્જાયો હતો. એક દિવસ બાદ એટલે કે રવિવારે પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી બંને પક્ષના લોકોને સમજાવીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મંદિર પરિસરમાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સમગ્ર મામલે એસઆઇટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો. એડિશનલ ડાયરેક્ટર જનરલ રેન્કના અધિકારી એસઆઇટી નેતૃત્વ કરશે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ માત્ર આ ઘટનાની જ નહીં, ગત વર્ષે બનેલી અન્ય સમાન ઘટનાની પણ તપાસ કરશે. વાઇરલ વીડિયોમાં કેટલાક લોકો માથા પર ચાદર રાખી અને ધૂપ પણ મંદિરમાં કરવામાં આવ્યો હતો પરંતુ તે તમામ લોકેને મંદિરના દરવાજામાં પ્રવેશવાનો પરંતુ ગાર્ડ તેમને રોકે છે. આ દરમિયાન ચર્ચા શરૂ થાય છે. બાદમાં તેઓએ પરત ફરવું પડશે.