માંધાતાસિંહ જાડેજા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ સહિતના અગ્રણીઓના હસ્તે સિધ્ધિ પ્રાપ્ત કરનારનું સન્માન કરાયું
શહેરના રજપૂતપરા સ્થિત આવેલી શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા તા.૨૫ને બુધવારના રોજ પ્રતિભા સન્માન અને સ્નેહ મિલન સમારોહ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાય ગયો છે.
૧૦૦ વર્ષથી કાર્યરત હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ગુજરાતનું સૌથી જૂનું શૈક્ષણિક ધામ છે. અત્રે થી પાંચ હજારથી વધુ વિધાર્થીઓ શિક્ષિત તથા દીક્ષિત થઈ સમગ્ર દેશ તથા વિદેશ માં પોતાના શ્રેષ્ઠ કૌશલ્યનું પ્રમાણ આપી રહ્યા છે તથા હાલ ૩૦૦ થી વધુ વિધાર્થીઓ શૈક્ષણિક ધામ માં રહી અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થાના ભુતપૂર્વ વિધાર્થીઓ પૈકીના ૪૫ શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ મેળવેલ વિધાર્થીઓ તથા ૧૭ થી વધુ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ સન્માનનાર્થી ઓને સંસ્થા પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને સન્માનીત કરાયા હતાં.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ઠા.સા. માંધાતાસિંહજી જાડેજા એ કર્યું હતું. આ પ્રસંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અબડાસા-કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ક.કા.ગુ.ગ. એસોસીએશનના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા (સોળીયા), છાત્રાલય ના ટ્રસ્ટી વનરાજસિંહ રાયજાદા, કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, ગોહિલવાડ સમાજના પ્રમુખ વાસુદેવસિંહજી ગોહિલ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખ પી. એસ. જાડેજા, ઝાલાવાડ સમાજના પ્રમુખ ડો. રુદ્રદત્તસિંહજી ઝાલા, નાયબ કમિશ્નર ઓફ પોલીસ રાજકોટ મનોહરસિંહજી જાડેજા, પૂર્વ પોલીસ અધિકારી ભરતસિંહજી સરવૈયા, હરદેવસિંહજી રાઓલ(લંડન), હરદેવસિંહજી જાડેજા વાઈસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ રાજકોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
દીપ પ્રાગટયથી કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો. ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારો એ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. સંસ્થાની પ્રવૃતિનો અહેવાલ દૈવતસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દ હસ્તે સન્માનનાર્થીઓને શિલ્ડ મોમેન્ટોથી એનાયત કરાયાં હતાં. ઉપસ્થિત તમામ મહાનુભાવો એ પ્રાસંગિક ઉદ્દબોધનમાં સંસ્થાની પ્રવૃતિને બિરદાવી સર્વે સન્માનીત સન્માર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ત્રિવિધ કાર્યક્રમની આભારવિધિ દેવેન્દ્રસિંહ બી. ગોહિલ (કુકડ) કાર્યક્રમનું સંચાલન બહાદુરસિંહજી ઝાલા અને રઘુવીરસિંહ રાણાએ કર્યું હતું.